Aapnu Gujarat
ગુજરાત

મોરવા હડફમાં ભગવો લહેરાયો

પંચમહાલના મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા વચ્ચે સીધો ચૂંટણી જંગ હતો. પેટાચૂંટણીમાં ભાજપના નિમિષા સુથારની ભવ્ય જીત થઇ છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ હાર સ્વીકારી લીધી. તેની સાથે જ હવે ગુજરાત વિધાનસભામાં ભાજપના કુલ ૧૧૨ સભ્યો થયા. વર્ષ ૨૦૧૭માં માત્ર ૯૯ બેઠક પર વિજય થયો હતો. કટારાએ નિમિષાબેનને જીત બદલ અભિનંદન પાઠવ્યા. ત્યારબાદ કહ્યું કે કોરોનાના ડરથી મતદારો બહાર ન નીકળ્યા.
શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. મોરવા હડફ પેટાચૂંટણીની મતગણતરીનો આઠમો રાઉન્ડ પૂર્ણ થયો છે. આઠમા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર ૨૦૪૮૩ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર સુરેશભાઇ કટારાને ૭૯૩૯ મત મળ્યા છે. ભાજપ ના નિમિષા સુથાર ૧૨૫૪૦ વોટની લીડ મેળવી વિજય તરફ છે. બેલેટ પેપરની ગણતરીમાં ૧૪૪ પોસ્ટલ અને ૨૯ સર્વિસ બેલેટ મળી કુલ ૧૭૩ બેલેટ પેપરમાંથી ભાજપને ૧૨૫ મત મળ્યા છે.
જોકે, કોવિડ ૧૯ની મહામારીને જોતા કોરોના ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવામાં આવનાર છે. મતગણતરી સ્થળે મીડિયા કર્મીઓ સહિત ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓ, ઉમેદવારો અને એજન્ટો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. મત ગણતરી સેન્ટરમાં પ્રવેશ માટે કોવિડ ટેસ્ટ અથવા વેક્સીનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ પણ ફરજિયાત બનાવાયું છે.

Related posts

करोड़ो की धोखाधड़ी करने वाले गैंग गिरफ्तार

aapnugujarat

નવમા નોરતે રાજ્યભરની આંગણવાડીમાં નવદુર્ગા બાલિકા પૂજન કરાશે

aapnugujarat

કોંગી માટે નર્મદા કમાણીનું સાધન પણ ભાજપ માટે સેવાનું સાધન છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1