Aapnu Gujarat
ગુજરાત

વડનગર સિવિલ હોસ્પિટલના બ્રધર્સ સ્ટાફની સરાહનીય કામગીરી

વડનગરથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે,હાલની કોરોના મહામારીના કપરા સમયમાં વડનગર ખાતે જી.એમ.ઈ.આર.એસ. સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આવી પરિસ્થિતિમાં કૉરોનાના દર્દીઓને સારવાર ઉપરાંત મેડિકલ સાધનોની તાકીદની જરૂરિયાતને પહોંચી વળવા માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે વહીવટી સ્ટાફ, ડૉકટસૅ તેમજ નર્સિંગ સ્ટાફ ખડેપગે સેવા આપી રહ્યા છે. આવા કટોકટી ભયૉ સંજોગોમાં વડનગર સિવિલના બ્રધર્સ સ્ટાફ દ્વારા પોતાની ડ્યુટી પુરી થયા બાદ પણ વિશેષ સેવા આપવામાં આવી રહી છે.અહીંના સિવિલ બ્રધર્સ સ્ટાફ દ્વારા ઓક્સિજનના સિલિન્ડર ખેંચી સેન્ટ્રલ લાઈન સુધી પહોંચાડવામાં આવે છે.ઉપરાંત નર્સિંગ સ્ટાફ પોતાની ડ્યુટી પૂરી થયા બાદ પણ સેવામાં તત્પર રહે છે.

Related posts

કોરોનાની ભયવાહક સ્થિતિ,રાજકોટ અને જામનગરમાં બે દિવસમાં ૨૦૪ના મોત

editor

શિવરાજપુર ખાતે વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે બાઇક રેલીનું આયોજન

editor

पश्चिम क्षेत्र में भी रथयात्रा को लेकर लोग जगन्नाथमय बने

aapnugujarat

Leave a Comment

UA-96247877-1