Aapnu Gujarat
રાષ્ટ્રીય

૩ વર્ષ બાદ જેલમાંથી લાલૂ યાદવ છૂટ્યા

લાંબી લડાઈ અને કોર્ટ કચેરીના ચક્કર કાપ્યા બાદ આખરે રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ જેલમાંથી છૂટ્યા છે. હાઈકોર્ટમાંથી જામીન મળતા ૧૨ દિવસ બાદ લાલૂ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર નિકળ્યા છે. લાલૂ યાદવ ૧૯ માર્ચ ૨૦૧૮થી ઘાંસચારા કૌભાંડમાં જેલમાં સજા કાપી રહ્યા હતા.
ઝારખંડ હાઈકોર્ટે ૧૭ એપ્રિલના રોજ ઘાંસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદના સુપ્રીમો લાલૂ પ્રસાદને જામીન આપી દીધા છે. લાલૂ હવે જેલમાંથી બહાર આવ્યા છે. ઝારખંડ હાઈકોર્ટે અડધી સજા પુરી કરવાના આધારે લાલૂ યાદવને શરતો સાથે જામીન અપાયા હતા.
આ દરમિયાન તેમણે એક લાખ રૂપિયાના પ્રાઈવેટ બોંડ ભરવાના રહેશે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, લાલૂ યાદવ મંજૂરી વગર વિદેશ જઈ શકશે નહીં, તથા પોતાનું સરનામુ કે મોબાઈલ નંબર પણ જાણ વગર બદલી શકશે નહીં. લાલૂ જામીન માટે ૯ એપ્રિલના રોજ સુનાવણી થવાની હતી, પણ સીબીઆઈએ જવાબ સબમિટ કરવા માટે સમય માગ્યો હતો. જો કે, શનિવારે થયેલી સુનાવણીમાં લાલૂ યાદવને જામીન મળી ગયા હતા. હાલમાં દિલ્હીની એઈમ્સમાં લાલૂ યાદવની સારવાર ચાલી રહી છે.
લાલૂ યાદવની જામીન અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યુ હતું કે, જામીન માટે એક લાખના બોન્ડ જમા કરાવાના રહેશે. સાથે ૧૦ લાખ રૂપિયાનો દંડ પણ ભરવાનો રહેશે. આ ઉપરાંત તેમણે પાસપોર્ટ જમા કરવાનો રહેશે. કોર્ટની મંજૂરી વગર લાલૂ વિદેશ જઈ શકશે નહીં.
દુમકા કોષાગારમાંથી ગેરકાનૂની રીતે લેવડદેવડના મામલે લાલૂ પ્રસાદને જામીન અડધી સજા પુરી કરવાના દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે સીબીઆઈની વિશેષ અદાલતે લાલૂ પ્રસાદ યાદવને સાત-સાત વર્ષની બે અલગ અલગ સજા ફટકારી હતી. પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવે દાવો કર્યો હતો કે, તેમણે અડધી સજા પુરી કરી નાખી છે. જેથી જામીન મળવા જોઈએ.

Related posts

कश्मीर भारत का आंतरिक मामला : रक्षामंत्री

aapnugujarat

વધુ એક ખાલિસ્તાની ત્રાસવાદી સુખાની કેનેડામાં હત્યા

aapnugujarat

चीन के खतरनाक संकेत, पीछे हटने को तैयार नहीं…!

editor

Leave a Comment

UA-96247877-1