Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુપ્રીમનો મોદી સરકારને સવાલ, ‘૧૦૦% વેક્સીન કેમ નથી ખરીદતા?

સુપ્રીમ કોર્ટમાં કોરોના કેસ પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારનો બરાબરનો ઉધડો લીધો હતો, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને અણિયાળો સવાલ કર્યો હતો કે, જરૂરી દવાઓનું ઉત્પાદન અને વિતરણ સુનિશ્ચિત કેમ નથી થઈ રહ્યું? કેન્દ્રએ સોગંધનામામાં જણાવ્યું હતું કે, દર મહિને સરેરાશ એક કરોડ ત્રણ લાખ લાખ રેમડેસિવિર ઉત્પાદન કરવાની ક્ષમતા છે પરંતુ સરકારે માંગ અને સપલાઈની જાણકારી નથી આપી. સુપ્રીમ કોર્ટે ઓક્સીજન, દવાઓ અને બેડને લઈને સોશિયલ મીડિયા પર જાણકારી આપનારા વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી ના કરવાના પણ આદેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે બરાબરનો ઉધડો લેતા કહ્યું હતું કે, કેન્દ્રએ દવા સહિતની સામગ્રીની વહેંચણીની કોઈ ચોક્કર રીત પણ નથી જણાવી. કેન્દ્રએ ડોક્ટરોને જ કહેવું જોઈએ કે તે રેમડેસિવિર કે ફેલિફ્લ્યૂના બદલે અન્ય જરૂરી દવાઓ વિષે દર્દીઓને જણાવે. સુપ્રીમે એમ પણ જણાવ્યું હતું કે, મીડિયા એહવાલ દર્શાવે છે કે, ઇ્‌ઁઝ્રઇથી કોરોનાના નવા સ્વરૂપની ઓળખ ઓળખ નથી થઈ રહી. તેમાં પણ અનુસંધાનની જરૂર છે.
સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો છે કે, ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરવાળાઓને વેક્સીન લગાવવાની યોજના યોજનાને લઈને જાણકારી આપો. શું કેન્દ્ર પાસે કોઈ યોજના નથી કે વેક્સીનના ભાવ લોકો સામે મુકી શકાય? સાથે જ સુપ્રીમે કેન્દ્રને આદેશ કર્યો છે કે, તેણે એ પણ જણાવવુ પડશે કે તેણે ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટને કેટલુ ફંડ આપ્યું છે.
જસ્ટિસ ડીવાય ચંન્દ્રચૂડે કહ્યું હતું કે, અમે નાગરિકોને ઓક્સીજન સિલેંડર માટે રડતા જોયા છે. દિલ્હીમાં સાચે જ ઓક્સીજન નથી મળી રહ્યો. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. કેન્દ્રએ આવનાર સમયમાં આમને એ પણ જણાવવાનું રહેશે કે સુનાવણીના બીજા જ દિવસે શું સુધાર થયો.
સાથે જ સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે, સોશિયલ મીડિયા પર ઓક્સીજન, બેડ, દવાઓ વગેરે પર પોસ્ટ કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી નહીં થાય. કોઈ પણ સરકાર કોઈ પણ નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી જાણકારી વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરી શકે. જો આ પ્રકારે કોઈના પણ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી તો તે કોર્ટની અવમાનના ગણવામાં આવશે. આમ કરવા પર કોર્ટ દ્વારા આકરા પગલા ભરવામાં આવશે.

Related posts

યોગી ઇફેક્ટ : હવે પ્રોફેશનલ અપરાધીઓમાં દહેશત ફેલાઇ

aapnugujarat

વિશ્વના ટોચના ૨૫ પ્રિય ફરવાલાયક સ્થળોમાં દિલ્હી-જયપુરનો સમાવેશ

editor

યશવંતસિંહા, અરૂણ શૌરી અને અન્યો દ્વારા અરજી કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1