Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતને કોરોના રસી આપવા બ્રિટને કર્યો ઈનકાર

દુનિયામાં કોરોનાના સૌથી મોટા પીડિત એવા ભારતને મુશ્કેલ સમયમાં બ્રિટને કોરોનાની રસી ના આપવાનો નિર્ણય કર્યો છે. બ્રિટને કહ્યું છે કે, તેમની પાસે રસીનો જથ્થો એટલા પ્રમાણમાં નથી કે તે ભારતને આપી શકે. બ્રિટનમાં કોરોનાને કારણે હોસ્પિટલો પર ભારે બોઝો છે જેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રી મેટ હૈંકોકે કહ્યું હતું કે, ભારતને કોરોનાની રસી આપવા માટે બ્રિટન પાસે હાલ પુરતો સ્ટોક નથી. બીજી બાજુ હજુ અમારો દેશ જ કોરોનાની ઘાતક લહેરનો સામનો કરી રહ્યો છે. જોકે બ્રિટને ભારતને વેંટિલેટર અને ઓક્સીજન કંટેનર્સ મોકલી આપ્યા છે પણ હેનકોકે કહ્યું છે કે, વર્તમાનમાં બ્રિટન ભારતને કોઈ વેક્સીન આપવાની સ્થિતિમાં નથી. હાલ અમારી પાસે વેક્સીનનો કોઈ વધારાનો પુરવઠો ઉપલબ્ધ નથી.
ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે રોજના સાડા ૩ લાખથી વધારે નવા મામલા મળી રહ્યા છે. તેવામાં બીજા દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. આ તબક્કામાં કેનેડાના ૧૦ મિલિયન ડોલર આપવાનું એલાન કર્યુ હતુ તો સાઉથ કોરિયાએ મેડિકલ સપ્લાય મોકલવાની વાત કરી હતી. ન્યૂઝીલેન્ડે લગભગ ૭ લાખ અમેરિકન ડોલર આપવાનું એલાન કર્યુ છે. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી નનાઈયા મહુતા એ બુધવારે (૨૮ એપ્રિલ)એ આ જાહેરાત કરી હતી.
બ્રિટને પણ ભારતની મદદ કરવાની જાહેરાત કરી હતી. જોકે બ્રિટને હવે કહ્યું છે કે, હાલ તે કોરોનાની રસી તેના નાગરિકોને આપવાને પ્રાથમિકતા આપી રહ્યું છે. માટે હાલ તેની પાસે ભારત જેવા જરૂરીયાત ધરાવતા દેશોને તેની વેક્સીનનો જથ્થો પુરો પાડવા માટેના વધારાના ડોઝ નથી. ભારતમાં કોરોનાની બીજી લહેરના સંદર્ભમાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ પ્રક્રિયાની નિરંતર સમીક્ષા કરવામાં આવી રહી છે. દેશ ૪૯૫ ઓક્સીજન કંટેનર્સ, ૧૨૦ વેંટિલેટર્સ સહિતના જરૂરી સામાનનો જથ્થો મોકલી રહ્યું છે જેથી કરીને ભારતમાં તેની અછત દૂર કરી શકાય. ૧૦૦ વેંટિલેટર અને ૯૫ ઓક્સીજન કંટેનર્સનો પહેલો જથ્થો તો મંગળવારે સવાર જ ભારત આવી પહોંચ્યો છે.

Related posts

Indian Navy announces DSRVs successfully conducts ‘live mating’ exercise with submarine

aapnugujarat

2500 करोड़ के सहकारी बैंक घोटाले में अजित पवार को मिली क्लीन चित

editor

प्रधानमंत्री नरेन्द्र मोदी ने आज बिहार के बाढ़ प्रभावित क्षेत्रों का हवाई सर्वेक्षण किया।

aapnugujarat

Leave a Comment

UA-96247877-1