Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોરોના પોઝિટિવ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના પહેલા અશોક ગેહલોતના પત્ની સુનીતા ગેહલોત કોરોના સંક્રમિત આવ્યા હતા. હાલ અશોક ગેહલોત અને તેમના પત્ની બંને ઘરે જ આઈસોલેટ થયા છે. રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ મુખ્યમંત્રી અશોક ગેહલોત જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી. મુખ્યમંત્રી ગેહલોતે ટ્‌વીટમાં લખ્યું હતું કે, ’કોવિડ ટેસ્ટ કરાવવા પર આજે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મને કોઈ પણ જાતના લક્ષણો નથી અનુભવાઈ રહ્યા અને મને સારૂ લાગી રહ્યું છે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને હું આઈસોલેશનમાં રહીને જ કામ ચાલુ રાખીશ.’
અગાઉ તેમણે ટ્‌વીટરના માધ્યમથી પોતાના પત્ની કોવિડ પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી આપી હતી. રાજસ્થાનમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે રાજ્યમાં રેકોર્ડ સમાન ૧૬,૬૧૩ નવા કેસ સામે આવ્યા હતા અને ૧૨૦ લોકોના મોત થયા હતા. આ દરમિયાન ૮,૩૦૩ લોકો રિકવર પણ થયા હતા.

Related posts

AP govt’s notice to Chandrababu Naidu over illegal constructed residence near Krishna river

aapnugujarat

दिल्ली के रोहिणी क्षेत्र में सेक्स रैकेट का पर्दाफाश

aapnugujarat

Naidu demands CBI inquiry into death of Ex-A P Speaker Kodela

aapnugujarat

Leave a Comment

UA-96247877-1