Aapnu Gujarat
રાષ્ટ્રીય

વેક્સિનદિલ્હીમાં બધાને ફ્રીમાં મળશે

દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા કોરોનાના સંકટ વચ્ચે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ૧૮ વર્ષથી વધારે ઉંમર ધરાવતા તમામ નાગરિકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે રાજ્ય સરકારે ૧.૩૪ કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે અને ૧ મેથી દિલ્હીમાં મોટા પાયે વેક્સિનેશનનું કામ કરવામાં આવશે.
કેજરીવાલે વેક્સિન ઉત્પાદકોને વિનંતી કરતા કહ્યું હતું કે, કેન્દ્ર, રાજ્ય અને પ્રાઈવેટ હોસ્પિટલોને સરખી કિંમતે વેક્સિન મળવી જોઈએ. જો વેક્સિન ઉત્પાદકો એવો દાવો કરતા હોય કે, ૧૫૦ રૂપિયાની વેક્સિનમાં પણ ફાયદો થઈ રહ્યો છે તો પછી અલગ-અલગ કિંમતો શા માટે રાખવામાં આવી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ વિનંતી કરી હતી કે, નફો કમાવવા માટે આખી જિંદગી પડી છે. આ સંજોગોમાં રાજ્ય સરકારોને પણ ઓછી કિંમતે વેક્સિન મળવી જોઈએ. કેન્દ્ર સરકારે આ મામલે દખલ કરવી જોઈએ. અરવિંદ કેજરીવાલે ટૂંક સમયમાં જ દિલ્હીમાં બેડની સંખ્યા વધારી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
નોંધનીય છે કે દેશમાં રસીકરણ અભિયાન ૧૬ જાન્યુઆરીથી શરૂ થયું હતું, જેમાં ફ્રન્ટ લાઇન કામ કરે છે અને ૬૦ વર્ષની વયે કોરાના રસી મળી હતી, તે પછી રસીકરણના બીજા તબક્કામાં, ૪૫ વર્ષની વયના લોકોને રસી આપવામાં આવી હતી. કોરોના રસી. તે જ સમયે, ૧ મેથી દેશભરમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવશે.
દિલ્હીથી પહેલ ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને નિશુલ્ક રસી આપનારા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ અને કેરળની સરકારો શામેલ છે.

Related posts

Uttarakhand rains : Cloud burst in Uttarkashi, 17 died

aapnugujarat

અંકુશરેખા ઉપર એક્શન : ૩ પાક જવાનોના મોત

aapnugujarat

નીતીશ કુમાર ભુલી ગયા બાબુ જગજીવન રામનો સંદેશ : લાલુ યાદવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1