Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓરિસ્સા કોરોના સામેની લડાઇમાં રાષ્ટ્રીય સ્તરે મદદ કરશે : પટનાયક

ભારતમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીર બની છે. કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક સાબિત થતાં દેશમાં કોરોના કેસોની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. સ્થિતિ એવી બની છે કે દર્દીઓને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા, સાથે જ ગંભીર દર્દીઓને ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે. જેના કારણે દેશની ઘણી હોસ્પિટલોમાં કોરોના દર્દીના મોત થયા છે. દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા એટલી નબળી બની છે કે ડૉક્ટરો પણ અસહાય મહેસૂસ કરી રહ્યા છે. ભારતનાં ઘણાં રાજ્યોમાં ઓક્સિજન સંકટ વધી રહ્યું છે.
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે સુનામીનું રૂપ ધારણ કરી લીધું છે. જુદા જુદા રાજ્યોની હોસ્પિટલોમાંથી ઓક્સિજન ખતમ થવાની ખબરો સામે આવી રહી છે. ઓક્સિજનની અછતા કારણે દર્દીઓના મોત થઇ રહ્યા છે. એવામાં ઓરિસ્સા સરકાર અને ઉદ્યોગપતિ નવીન જિંદાલે ઘણાં રાજ્યોમાં ઓક્સિજન સપ્લાઇ પૂરી પાડવાનું વચન આપ્યું છે.
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ૨૨ એપ્રિલના રોજ પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી અને બાકીના રાજ્યોને મદદ કરવાની વાત કહી છે. ઓરિસ્સાની ઝ્રસ્ ઓફિસ દ્વારા ટ્‌વીટ કરવામાં આવી કે, કોરોનાની સેકન્ડ વેવ એક યુદ્ધ જેવી સ્થિતિ છે. ઓરિસ્સા કોરોના સામેની લડાઇમાં રાષ્ટ્રીય સ્તરે મદદ કરશે. જેના હેઠળ ઓક્સિજનનું ઉત્પાદન પણ સામેલ છે, જેથી આ ઈમરજન્સી સ્થિતિમાં અન્ય રાજ્યોને મદદ કરી શકાય. જેના હેઠળ મહારાષ્ટ્ર અને દિલ્હીને ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંને મુખ્યમંત્રીઓએ નવીન પટનાયકનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઓરિસ્સાની સત્તાધારી પાર્ટી બીજૂ જનતા દળનો કોઇ રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણમાં એટલી મોટી દખલગીરી નથી કે આ મદદ પછી નવીન પટનાયક રિટર્નમાં કોઇ મદદની આશા રાખે. જે રાજ્યોમાં ઓક્સિજનની અછત છે ત્યાં સરળતાથી ઓક્સિજન પહોંચી શકે એ માટે રાજ્યની પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો છે. જેનો અર્થ છે કે ઓક્સિજન લઇ જનારા વાહનોની વચ્ચે કશે પણ જામ કે ટ્રાફિક થશે નહીં.
૨૨ એપ્રિલના રોજ સાંજે ઓરિસ્સાના અંગુલથી ૨૦ ટન મેડિકલ ઓક્સિજનનો પહેલો કંસાઇનમેન્ટ વિશાખાપટ્ટનમ માટે મોકલાયો. તેના બીજા દિવસે સવારે પણ બે વધુ ટેન્કર રવાના થયા. ઓરિસ્સા પોલીસે ટ્‌વીટ કરી રહ્યું, પોલીસ આ કામ માટે એક ડેડીકેટેડ કોરિડોર બનાવી રહ્યા છે. અમે ઝડપથી સપ્લાઇ મળી રહે તે માટે કટિબદ્ધ છે જેથી હજારો જરૂરિયાતમંદોને સેવા મળી રહે.
અંગુલથી વિશાખાપટ્ટનમ જનારા ઓક્સિજન સપ્લાઇને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ પૂરો પાડી રહ્યા છે. કંપનીના મુખિયા નવીન જિંદાલે ટ્‌વીટ કરી કહ્યું, અમારા અંગુલ પ્લાન્ટ પર ૫૦૦ ટનથી વધારે લિક્વિડ ઓક્સિજન તૈયાર છે. આ ઉપરાંત જે સરકારોને જરૂરત છે તેમને અમે રોજ ૧૦૦ ટન લિક્વિડ ઓક્સિજન ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. અમે ૨૨ એપ્રિલના રોજ ૨૦ મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન તેલંગણા મોકલ્યો છે. ૨૩ એપ્રિલના રોજ ફરી અમે તેલંગણા અને મધ્ય પ્રદેશની સાથે સાથે દિલ્હી દ્ગઝ્રઇના મેદાંતા, અરટેમિસ અને બત્રા હોસ્પિટલ માટે ઓક્સિજન મોકલ્યા.
જિંદાલે પોતાની ટ્‌વીટમાં લખ્યું કે, અમે રાહ જોઇ રહ્યા છીએ કે જરૂરતમંદો પોતાના ટેન્કર મોકલે. અમે વહેલા તે પહેલાના આધારે કે સ્ટીલ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રાથમિકતા અનુસાર તેને ભરી શકીએ છીએ.

Related posts

ISRO ने लॉन्च किया GSAT-30 संचार उपग्रह

aapnugujarat

भारत की NSG सदस्यता के लिए Australia ने दिया समर्थन

editor

વાજપેયી બધાંને સાથે લઇ ચાલવામાં વિશ્વાસ રાખતા : રાજનાથસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1