Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પના હેલ્થકેર બિલનો અમેરિકી કોંગ્રેસે કર્યો અસ્વીકાર

અમેરિકામાં પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ શરૂ કરેલા ઓબામાકેરના સ્થાને નવી હેલ્થકેર પોલિસી અમલી બનાવવાનો વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અમેરિકી કોંગ્રેસે આ વિધેયક ફગાવી દેતાં ટ્રમ્પને જોરદાર પીછેહઠ સાંપડી છે.કોંગ્રેસના આ પગલાથી છંછેડાયેલા ટ્રમ્પે એક પછી એક અનેક ટિ્‌વટ કર્યા છે. ટ્રમ્પે આ માટે ડેમોક્રેટિક અને તેમના પોતાના પક્ષ રિપબ્લિક પાર્ટીના કેટલાક સાંસદોને જવાબદાર ગણાવ્યા છે. ટ્રમ્પે ટિ્‌વટમાં જણાવ્યું હતું કે અમને બધા ડેમોક્રેટિક અને કેટલાક રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ નિરાશ કર્યા છે.

મોટા ભાગના રિપબ્લિક સાંસદો વફાદાર હતા અને આ માટે તેમણે ભારે પરિશ્રમ પણ કર્યો હતો. આપણે હાર સ્વીકારવાની નથી. અમે પાછા આવીશું. વધુ એક ટિ્‌વટ કરતાં અમેરિકી પ્રમુખે લખ્યું હતું કે હું હંમેશા કહું છું કે ઓબામાકેરને નિષ્ફળ જવા દો અને ત્યારપછી બધા સાથે મળી શ્રેષ્ઠ હેલ્થકેર પ્લાન તૈયાર કરીશું.

Related posts

જર્મની માં કોરોના કહેર ,લોકડાઉનમાં કરશે વધારો

editor

ईरान ने की प्रदर्शनकारियों को रिहा करने की घोषणा

aapnugujarat

हाइफा के शहीदों को पीएम मोदी का नमन, दी श्रद्धांजलि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1