Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની ચીનને ચેતવણી, સંયમમાં રાખજો વર્તન-વાણી

ભારત અને દક્ષિણ ચીન સમુદ્ર મુદ્દે ચીને જક્કી વલણ અપનાવ્યું છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ ચીનની વધતી જતી રાજકીય અને સૈન્ય મહત્વકાંક્ષા અંગે ચીનને ચેતવણી આપી છે. પેન્ટાગોનના ટોચના કમાન્ડરે એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ચીનની સૈન્ય જમાવટ અંગે અને ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ ચીન સમુદ્રમા પ્રભુત્વ સ્થાપિત કરવાના હવાતિયા બદલ ચીનનો વિરોધ કર્યો છે.અમેરિકા એરફોર્સના જનરલ પોલ સેલ્વાએ જણાવ્યું હતું કે ચીનનીં સેનાનું આધુનિકીકરણ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકી સૈન્યની ટેકનીકલ સરસાઈ માટે પડકારજનક બની શકે છે. ચીને આ ક્ષેત્રમાં તેની રાજકીય લક્ષ્યોને વિસ્તૃત બનાવવા માટે આર્થિક લાભ માટેની તત્પરતા દર્શાવી છે. ચીનની સેનાનું આધુનિકીકરણ જારી રહેવાથી અમેરિકા તથા તેના મિત્રો અને સહયોગીઓ માટે ચીનના પ્રભાવ સામે સમતુલા જાળવવાનું પડકારજનક બની જશે. બીજીબાજુ ઓસ્ટ્રેલિયાના વિદેશપ્રધાન જૂલી બિશપે પણ આ જ રીતે ચીનની સૈન્ય મહત્વકાંક્ષા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. વિવાદાસ્પદ દક્ષિણ ચીન સમુદ્રમાં નિરંકુશ વહાણવટા પર ભાર મુકતાં બિશપે જણાવ્યું હતું કે ચીન દ્વારા બનાવાતા કૃત્રિમ દ્વિપ અને સૈન્યકરણનો તેમનો દેશ વિરોધ કરે છે.ભૂતાનના ડોકલામ મુદ્દે ભારત અને ચીન વચ્ચે વણસી રહેલા સંબંધો વચ્ચે અમેરિકાના ટોચના રાજદ્વારીએ ભારતને આ ક્ષેત્રની સક્ષમ શક્તિ ગણાવ્યુ છે. અમેરિકાના પૂર્વ સહાયક વિદેશપ્રધાન (દક્ષિણ અને મધ્ય એશિયા) નિશા દેસાઈએ જણાવ્યું હતું કે સિક્કિમ ક્ષેત્રમાં ચીનના વ્યવહારથી આ ક્ષેત્રના દેશોમાં અશાંતિ સર્જાઈ શકે છે.

Related posts

उत्तर कोरिया मई में बंद करेगा न्यूक्लियर टेस्ट साइट

aapnugujarat

No decision yet on closure of airspace for India : Pakistan Foreign Minister

aapnugujarat

ભારત પર ત્રાસવાદી હુમલા જારી રહી શકે છેઃ અમેરિકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1