Aapnu Gujarat
રાષ્ટ્રીય

તમિલનાડુના ધારાસભ્યોના પગારમાં સીધો ૧૦૦ ટકા વધારો કરાયો

તમિલનાડુના ધારાસભ્યોની સેલેરી હવે ૧.૦૫ લાખ રૂપિયા પ્રતિ મહિના થઈ ગઈ છે. ધારાસભ્યોને આ પહેલા મહિનાના ૫૫ હજાર રૂપિયા મળતા હતા. મુખ્યમંત્રી પલાનિસ્વામીએ બુધવારે વિધાનસભામાં આ વિશે જાહેરાત કરી હતી.
૨૩૪ ધારાસભ્યોની માસિક સેલેરી લગભગ બે ગણી કરી દેવામાં આવી છે.મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે, ધારાસભ્ય સ્થાનિક ક્ષેત્ર વિકાસ નિધી પણ ૨ કરોડથી વધારીને ૨.૫ કરોડ કરી દેવામાં આવી છે.
ધારાસભ્યોને લગભગ ૧૦૦ ટકા સેલેરી હાઈક મળ્યું છે. સાથે જ ધારાસભ્યોના માસિક પેન્શનની રકમ ૨૦ હજાર રૂપિયા સુધી વધારી દેવાઈ છે. ધારાસભ્યોની સેલેરી હાલ એવા સમયે બે ગણી કરી દેવામાં આવી છે, જયારે કે તમિલનાડુના ખેડૂતો જંતર મંતર પર વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે.

Related posts

इसरो का दावा- हमने नासा से पहले ढूंढा था विक्रम लैंडर का लोकेशन

aapnugujarat

पहले मोदी और शाह को नेता मानता था, अब उनकी पूजा करता हूं : शिवराज

aapnugujarat

કોરોના મહામારી : ઝાયડસ કેડિલાની નવી દવાને મંજુરી

editor

Leave a Comment

UA-96247877-1