Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના : દૈનિક મોતના મામલે ભારત વિશ્વમાં પ્રથમ નંબરે

ભારતમાં ૧૩ કરોડથી વધુ લોકોને રસી આપવા છતાંય ધુણી રહેલો કોરોના કેમેય કરીને શાંત પડતો નથી. દૈનિક મોતના મામલે ભારત વિશ્વમાં ટોપ પર પહોંચી ગયું છે. ભારતે બ્રાઝીલ અને અમેરિકાને પાછળ રાખી દીધા છે. ભારતમાં ૨૪ કલાકમાં ૨૦૨૩ લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં રોજ ૧૫૦૦ તો અમેરિકામાં ૪૦૦-૬૦૦ના મોત થઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૩ લાખની નજીક કોરોનાના નવા કેસ નોંધાયા છે.
દેશભરમાં ૧૩ કરોડ કોરોના રસી લગાવ્યા છતાં મહામારીનું સંકટ ઘટવાનું નામ લઇ રહ્યું નથી. દરરોજ કોરોનાના આંકડા નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૨,૯૫,૦૪૧ નવા કોરોનાના કેસ નોંધાય છે અને ૨૦૨૩ લોકોના મોત થયા છે. જો કે ૧,૬૭,૪૫૭ લોકો કોરોનાથી સ્વસ્થ પણ થયા છે. શનિવારે કુલ ૨,૫૯,૧૬૭ નવા કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં કોરોના ૬૨,૦૯૭ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૩૯,૬૦,૩૫૯ થઇ છે. આ ઉપરાંત ૫૧૯ના મોત સાથે મૃત્યુઆંક ૬૧,૩૪૩ સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં એકટીવ કેસની કુલ સંખ્યા ૬,૮૩,૮૫૬ થઇ છે.
દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોનાની રસી લગાવ્યાના અભિયાનની શરૂઆત થઇ હતી. ૨૦ એપ્રિલ સુધીમાં દેશભરમાં ૧૩ કરોડ ૧ લાખ ૧૯ હજાર ૩૧૦ કોરોનાના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. ગઇકાલે અંદાજે ૩૦ લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. રસીની બીજો ડોઝ આપવાનું અભિયાન ૧૩ ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. ૧ એપ્રિલથી ૪૫ વર્ષથી ઉપરથી દરેક લોકોને રસી આપવામાં આવી રહી છે. હવે ૧ મે થી ૧૮ વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે.
દેશમાં કોરોનાનો મૃત્યુદર ૧.૧૭ ટકા છે. જ્યારે રિકવરી રેટ અંદાજે ૮૫ ટકા છે. ઍકટીવ કેસ વધીને ૧૩ ટકાથી વધુ થયા છે. કોરોના ઍકિટવ કેસ મામલે વિશ્વમાં ભારતનું બીજું સ્થાન છે. કુલ સંક્રમિતોની સંખ્યાના કેસમાં પણ ભારતનું બીજું સ્થાન છે.
દિલ્હીમાં કોરોનાના ૨૮,૩૯૫ નવા કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં ૨૭૭ લોકોના મોત થયા છે. પાટનગરમાં હાલમાં કોરોનાના ૮૫,૫૭૫ ઍકિટવ કેસ છે અને સંક્રમણનો દર વધીને ૩૩ ટકા નજીક પહોંચ્યો છે.
યુપીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૯,૭૫૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે ૧૬૩ દર્દીના મોત થયા છે. દિલ્હીની નજીક યુપીના નોઍડામાં ૬૪૦ નવા કેસ નોંધાયા. જ્યારે ગાજીયાબાદમાં ૬૩૩ નવા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિઍ વધી રહ્ના છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના કેસ પ્રથમવાર ૧૨ હજારનું પાર પહોદ્વચ્યા છે. રાજ્યમાં કોરોનાના ૧૨,૨૦૬ નવા કેસ નોંધાયા છે અને ૧૨૧ના મોત થયા છે.
દક્ષિણી રાજ્યોમાં પણ કોરોનાનો પગપેસારો કરી રહ્નાં છે. કેરળમાં ઍક દિવસમાં કોરોનાના ૧૯ હજારથી વધુ કેસ નોંધાયા અને ૨૩ના મોત થયા છે. તામિલનાડુમાં ૧૧ હજાર નવા કેસ નોંધાયા છે. જ્યારે આંધ્રપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા ૯ હજારની નજીક પહોંચી છે.

Related posts

भाजपा का 20-21 व 27-28 का बूथ चलो अभियान

aapnugujarat

Illegal mining case: CBI rais at UP Ex min. Gayatri Prajapati’s location

aapnugujarat

आर्टिकल 371 को लेकर महाराष्ट्र में जो गड़बड़ी हुई है उस पर सब चुप हैं : राज ठाकरे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1