Aapnu Gujarat
મનોરંજન

અભિષેક બચ્ચને ઐશ્વર્યાને સમજદાર ગણાવી

બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચન આજકાલ ફિલ્મ ’ધ બિગ બુલ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે અભિષેક અનેક ઈન્ટરવ્યૂ આપી રહ્યો છે ત્યારે રોજેરોજ તેની પર્સનલ લાઈફ વિશે જોડાયેલી કંઈ નવી વાત સામે આવી રહી છે. હવે હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચને પોતાની અદ્ભૂત અને સમજદાર પત્ની વિશે વાત કરી છે. લોકડાઉન દરમિયાન ઐશ્વર્યાએ કેવી રીતે મદદ કરી હતી તેની વાત પણ અભિષેકે કરી છે. હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં અભિષેકે જણાવ્યું કે, પત્ની ઐશ્વર્યાએ તેને જીવન સાચી દિશામાં લઈ જવાનું યાદ કરાવ્યું હતું. “મને હંમેશા પૂછવામાં આવે છે કે તમે લોકડાઉન દરમિયાન શું કર્યું? લોકડાઉનમાં કેટલાક લોકો ભોજન બનાવતા શીખ્યા, કેટલાક નવી ભાષા શીખ્યા હું મારી પત્ની સાથે આ બાબતો અંગે જ ચર્ચા કરતો હતો. બધી પત્નીઓ કરે છે તેમ તેણે પણ મારી લાઈફની પાછી પાટા પર ચડાવામાં મદદ કરી. ઐશ્વર્યાએ મને કહ્યું, ’તારા જીવનમાં પહેલીવાર તને એક આખું વર્ષ તારા પરિવાર સાથે વિતાવાનો મોકો મળ્યો છે. આજે તારો પરિવાર સુરક્ષિત અને સ્વસ્થ છે’. તેણે કહેલી આ વાત એકદમ સાચી છે. મારી પત્ની ખરેખર ખૂબ જ સમજદાર અને અદ્ભૂત છે. હું નસીબદાર છું કે, મને જે ગમે છે તે કરવા મળે છે અને દિવસના અંતે હું મારા ખુશ અને સ્વસ્થ પરિવાર પાસે ઘરે જાઉં છું. દેશમાં ગત વર્ષે માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર થયું ત્યારે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને ઘરે જ પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. ગયા વર્ષે બચ્ચન પરિવાર કોરોનાની ઝપેટમાં પણ આવ્યો હતો. અમિતાભ બચ્ચન, અભિષેક-ઐશ્વર્યા અને તેમની દીકરી આરાધ્યા કોરોના સંક્રમિત થયા હતા. ચારેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને થોડા દિવસ બાદ રજા અપાઈ હતી. વર્કફ્રંટની વાત કરીએ તો અભિષેક બચ્ચન નિમ્રત કૌર અને યામી ગૌતમ સાથે ફિલ્મ ’દસવી’માં જોવા મળશે. આ ઉપરાંત અભિષેકે ફિલ્મ ’બોબ બિશ્વાસ’નું પણ શૂટિંગ કર્યું છે. આ તરફ ઐશ્વર્યા મણિરત્નમ સાથે ફિલ્મ કરવાની છે. જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને ૨૦ એપ્રિલ ૨૦૦૭ના રોજ લગ્ન કર્યા હતા. તેમની દીકરી આરાધ્યાનો જન્મ ૧૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ થયો હતો.

Related posts

સોનમની વધુ બે ફિલ્મ આ વર્ષે રજૂ કરાશે

aapnugujarat

રિતિક – કંગના વચ્ચે ટક્કર થશે

aapnugujarat

સાઇના નેહવાલ બાદ પી.ગોપીચંદ પર બનશે બાયોપિક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1