Aapnu Gujarat
મનોરંજન

સાઇના નેહવાલ બાદ પી.ગોપીચંદ પર બનશે બાયોપિક

બોલિવુડના ફિલ્મમેકર્સની વચ્ચે હાલમાં બાયોપિક બનાવવાની હોડ ચાલી રહી છે. થોડા સમય પહેલા સાઇના નેહવાલની બાયોપિક એનાઉન્સ થઇ હતી, જેમાં શ્રદ્ઘા કપૂર સાઇનાનું કેરેક્ટર પ્લે કરતી જોવા મળશે અને હવે સમાચાર આવી રહ્યા છે કે સાઇનાના કોચ અને ભારતના જાણીતા બેડમિન્ટન પ્લેયર પી.ગોપીચંદ પર એક બાયોપિક બનવા જઇ રહી છે.બેડમિન્ટન ગેમની ઇન્ડિયાની અલગ ઉંચાઇઓ સુધી પહોંચાડનાર અર્જુન એવોર્ડ વિજેતા ગોપીચંદની જિંદગી પર બાયોપિક ફિલ્મ વિક્રમ મલ્હોત્રા બનાવશે. વિક્રમ મલ્હોત્રા આ પહેલા એરલિફ્ટ અને બેબી જેવી હિટ ફિલ્મનો પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. તેમણે પી. ગોપીચંદની બાયોપિક બનાવવાના રાઇટ્‌સ મેળવી લીધા છે.પી.ગોપીચંદની માતૃ ભાષા તેલૂગુ છે,એટલે તેમના પર બનનારી ફિલ્મને હિન્દીની સાથે સાથે તેલૂગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. ગોપીચંદે આ વાતની પુષ્ટિ કરતા કહ્યુ હતુ કે, ”મારા પર બનનારી ફિલ્મને લઇને હું ખૂબ જ એક્સાઇડેટ છું. મને વિક્રમ અને તેમની ટીમનું વિઝન પસંદ આવ્યુ અને મને આશા છે કે તેની મદદથી બેડમિન્ટનની રમતને દુનિયાભરમાં એક અલગ લેવલે જાણવાની મદદ મળશે.”દીપિકા પાદુકોણના પિતા અને જાણીતા બેડમિન્ટન પ્લેયર રહી ચૂક્લા પ્રકાશ પાદુકોણ પછી પી.ગોપીચંદ બીજા એવા બેડમિન્ટન પ્લેયર છે, જેને ૨૦૦૧માં ઑલ ઇગ્લેન્ડ ઑપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં જીત મેળવી હતી. હૈદરાબાદ સ્થિત ગોપીચંદની બેડમિન્ટન એકડમીએ સાઇના નેહવાલ, પી.વી.સિંધુ અને શ્રીકાંત જેવા કેટલાક ફેમસ પ્લેયર્સ દેશને આપ્યા છે.
વિક્રમે કહ્યુ કે, ”ગોપીચંદ જેવા લેજન્ડની જિંદગી પર ફિલ્મ બનાવવાની અને તેમની વાર્તા દુનિયા સમક્ષ લાવવાનો ચાન્સ મળ્યો તે અમારા માટે સન્માનની વાત છે. આ એક મોટી જવાબદારી પણ છે, કેમકે ગોપીની સિદ્ધિઓ જ પ્રેરણાદાયક નથી, પરંતુ સમાજ, દેશ અને રમત માટે તેમનું યોગદાન મોટું રહ્યુ છે.અમારા પ્રયત્નો રહેશે કે અમે પ્રમાણિક રીતે તેણે સ્ક્રીન પર બતાવી શકીયે.”

Related posts

મનોજ બાજપેઈ એ ધ ફેમિલી મેન ૩ માટે ફી વધારી

editor

ત્રણ ખાનની સાથે કામ કરવું જરૂરી : તાપ્સી

aapnugujarat

મહિલા સમજીને અલી અસગરની દારૂડિયાઓ દ્વારા છેડતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1