Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટના ૫૦ ટકાથી વધુ કર્મચારી સંક્રમિત

આખો દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. કોરોનાના વધતા કેસોમાં છેલ્લા ઘણા દિવસોથી રેકૉર્ડ વધારો જાેવા મળ્યો છે. એવામાં દેશની સર્વોચ્ચ અદાલત પણ બચી શકી નથી. સુપ્રીમ કોર્ટના ૫૦ ટકાથી વધુ કર્મચારી કોરોનાથી સંક્રમિત છે. આના કારણે સુપ્રીમ કોર્ટના જજાેએ પોત-પોતાના ઘરોમાંથી કેસોની સુનાવણી કરવાનો ર્નિણય કર્યો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિસ મુજબ આ દરમિયાન સુપ્રીમ કોર્ટ પરિસરને સેનિટાઈઝ કરવામાં આવશે અને બધી બેંચ પોતાના નિર્ધારિત સમયથી ૧ કલાક મોડી બેસશે. નોટિસ મુજબ જે બેંચ ૧૦.૩૦ વાગે બેસે છે તે ૧૧.૩૦ વાગે અને જે બેંચ ૧૧ વાગે બેસે છે તે બપોરે ૧૨ વાગે બેસશે.
છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૧૬૯૯૧૪ નવા કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન ૯૦૪ લોકોના મોત થઈ ગયા. આ પહેલા રવિવારે દેશમાં કોરોનાના ૧૭૦૧૯૫ કેસ સામે આવ્યા હતા કે જે શનિવારે મળેલા ૧.૫૨ લાખ કેસોથી ૧૧.૬% વધુ હતા. દેશના અલગ અલગ રાજ્યોમાંથી રોજ કોરોનાના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. કોવિડથી સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જાેવા મળ્યા છે.
કોરોનાને કાબુમાં કરવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે. લોકોને આના પ્રત્યે જાગૃત કરવા માટે રવિવારે પીએમ મોદીએ દેશમાં રસી ઉત્સવની પણ શરૂઆત કરી. જે હેઠળ હોસ્પિટલોને ઉપરાંત સરકારી અને ખાનગી ઑફિસોમાં પણ યોગ્ય ઉમેદવારોનુ રસીકરણ કરવામાં આવી રહ્યુ છે.

Related posts

लश्कर ए तैयबा का आतंकी गिरफ्तार

aapnugujarat

હાથરસ કાંડ : અલાહાબાદ હાઇકોર્ટે પીડિત પરિવારની અરજી ફગાવી

editor

રેલવે ટેન્ડર કેસ : રાબડીદેવીનાં આવાસ ઉપર દરોડા પડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1