Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોર્ટે કાશી મસ્જિદના સર્વેની મંજૂરી આપતા ઓવૈસી ભડક્યા, કહ્યું – ‘ઈતિહાસ દોહરાવવામાં આવશે’

કાશી વિશ્વનાથ મંદિર અને તે પરિક્ષેત્રમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ મામલે સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટની અદાલતે પુરાતાત્વિક સર્વે કરાવવાનો આદેશ આપ્યા બાદ આ મામલે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજી મહારાજે આ ચુકાદા પર ખુશી વ્યક્ત કરી છે. જ્યારે એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ એક પછી એક અનેક ટ્‌વીટ કરીને આ ચુકાદા પર સવાલ ઉઠાવ્યા છે.
અસદુદ્દીન ઓવૈસીએ ટ્‌વીટ કરીને કહ્યું કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને મસ્જિદ કમિટીએ આ આદેશ પર તરત અપીલ કરીને તેમાં સુધારો કરાવવો જોઈએ. છજીૈં થી ફક્ત ફ્રોડની શક્યતા છે અને ઈતિહાસ દોહરાવવામાં આવશે. જેવું બાબરીના મામલે થયું હતું. કોઈ પણ વ્યક્તિને મસ્જિદની પ્રકૃતિ બદલવાનો કોઈ અધિકાર નથી.
બાબરી મસ્જિદ કેસમાં પક્ષકાર રહેલા મોહમ્મદ ઈકબાલ અન્સારીએ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા કહ્યું કે આ મામલે સચ્ચાઈ સામે આવશે. તેમણે કહ્યું કે આ કેસ ખુબ જૂનો રહ્યો છે અમે ઈચ્છીએ છીએ કે આ કેસનો ઉકેલ આવે અને હિન્દુ મુસ્લિમમાં સૌહાર્દ જળવાઈ રહે. આશા છે કે વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટના આદેશ મુજબ ૫ લોકોની ટીમ બનશે, તે સારી રીતે પોતાનું કામ કરશે અને જે સચ્ચાઈ હશે તે સામે આવશે.
રાણસીમાં બાબા વિશ્વનાથના મંદિર પર હિન્દુઓની આસ્થા અને દલીલોનો સૌથી મોટો આધાર રહ્યો છે. પરંતુ ઝી ન્યૂઝે ૮૩ વર્ષ જૂનો એ દસ્તાવેજ શોધી કાઢ્યો છે જે આ વિવાદને નવો વળાંક આપી શકે છે. કાશી વિશ્વનાથ વિવાદમાં હજુ પણ કેસ ચાલુ છે જેની શરૂઆત ૧૯૯૧માં થઈ હતી. એટલે કે લગભગ ૩૦ વર્ષ જૂનો કેસ છે પરંતુ આ કાનૂની વિવાદ અનેક દાયકા જૂનો છે.
સ્વતંત્રતા પહેલા ૧૯૩૬માં પણ આ મામલો કોર્ટમાં ગયો હતો. ત્યારે હિન્દુ પક્ષ નહીં પરંતુ મુસ્લિમ પક્ષે વારાણસી જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી દીન મોહમ્મદ નામના વ્યક્તિએ કરી હતી અને કોર્ટ પાસે માંગણી કરી હતી કે આખું જ્ઞાનવાપી પરિસર મસ્જિદની જમીન જાહેર કરવું જોઈએ. ૧૯૩૭માં તેના પર ચુકાદો આવ્યો જેમાં દીન મોહમ્મદના દાવાને ફગાવવામાં આવ્યો પરંતુ વિવાદિત સ્થળે નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી.
આ કેસની સુનાવણી દરમિયાન અંગ્રેજ ઓફિસરોએ ૧૫૮૫માં બનેલા પ્રાચીન વિશ્વનાથ મંદિરનો નક્શો પણ રજુ કર્યો હતો. તેની વચ્ચે જે હિસ્સો છે તેના પર પ્રાચીન મંદિરનું ગર્ભગૃહ કહેવાય છે. આ નક્શો જ્યારે કોર્ટમાં રજુ કરાયો તો અંગ્રેજ ઓફિસરોએ જણાવ્યું કે તેના જ કેટલાક ભાગમાં મસ્જિદ બનાવવામાં આવી છે. નક્શાની વચ્ચેના સ્થાને એક મસ્જિદ બનેલી છે. જેને જ્ઞાનવાપી મસ્જિદ કહે છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે આ મસ્જિદની પશ્ચિમી દિવાલ આજે પણ એ જ છે જે પ્રાચીન મંદિરમાં હતી. તેને જોઈને એવું લાગે છે કે મસ્જિદ ઉતાવળમાં બનાવવામાં આવી હતી.
ઝી ન્યૂઝના પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ એટલે કે એએસઆઈના પૂર્વ અપર મહાનિદેશક ડોક્ટર બીઆર મણિ સાથે આ પરિસર અંગે વાતચીત કરી. તેમણે કહ્યું કે વર્ષ ૧૯૩૭માં વારાણસી જિલ્લા કોર્ટનો જે ચુકાદો આવ્યો હતો તેમાં એક જગ્યાએ જજે કહ્યું છે કે જ્ઞાનકૂપની ઉત્તરમાં જ ભગવાન વિશ્વનાથનું મંદિર છે, કારણ કે બીજુ જ્ઞાનવાપી કૂપ બનારસમાં નથી. જજે એ પણ લખ્યું છે કે એક વિશ્વનાથ મંદિર છે અને તે જ્ઞાનવાપી પરિસરની અંદર જ છે. આ કેસની સુનાવણી દરમિયાન જ બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રાચીન ઈતિહાસના પ્રોફેસર એએસ આલ્ટેકરનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. જેમાં તેમણે સ્કંદ પુરાણ સહિત અનેક પ્રાચીન ગ્રંથોનો હવાલો આપતા કહ્યું હતું કે ’જ્ઞાનવાપી કૂપની ઉત્તરમાં જ ભગવાન વિશ્વનાથનું જ્યોતિર્લિંગ છે.’

Related posts

ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ધાર્મિક-રાજકીય તાયફા જવાબદાર

editor

Gas leakage at IFFCO plant in UP’s Prayagraj, 2 died

editor

UIDAI ने बदले आधार कार्ड अपडेट करवाने के नियम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1