Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન ની ભૂમિકા વિશ્વાસપાત્ર નથી ઃ અમેરિકા

અમેરિકાએ કહ્યું છે કે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન ની ભૂમિકા વિશ્વાસપાત્ર નથી. આ દ્રષ્ટિથી ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાને આ ક્ષેત્રમાં એક સાથે આવવું પડ્યું. તેને ઊેંછડ્ઢ દેશ કહેવાય છે. આ પ્રયાસના અંતર્ગત હિન્દ મહાસાગરમાં ફ્રાન્સના નેતૃત્વમાં સૈન્ય અભ્યાસ લા પોરસ ચાલ્યો હતો. આ યુદ્ધાભ્યાસને લઇ ચીને આપત્તિ વ્યક્ત કરી હતી.
એક અમેરિકન કોંગ્રેસ રિપોર્ટમાં કહેવાયું છે કે આ વિસ્તારમાં બેઇજિંગની ભૂમિકાના અવિશ્વાસના લીધે ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાને સાથે આવવું પડ્યું અને પછી આ જ રીતે ઊેંછડ્ઢ મજબૂત થયું. રિપોર્ટમાં કહ્યું છે કે જાપાને આ વિસ્તારમાં ચીનની વધી રહેલી તાકાતને લઇ પોતાની ચિંતા વ્યકત કરી હતી. જાેકે તેને કોંગ્રેસનું સત્તાવાર નિવેદન મનાતું નથી.
વાત એમ છે કે અમેરિકન કોંગ્રેસના નવા રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પ પ્રશાસને ૨૦૧૭માં ક્વાડ્રિલેટ્રલ સિક્યોરિટી ડાયલોગને વિકસિત કરવાના પ્રયાસને આગળ વધારતા જે ચાર દેશોના સંગઠન ક્વાડના નામથી ઓળખાય છે. આ નેવિગેશનની સ્વતંત્રતાની રક્ષા અને આ વિસ્તારમાં લોકતાંત્રિક મૂલ્યોને પ્રોત્સાહિત કરવાનું એક સંયુકત મંચ છે.
માર્ચ ૨૦૨૧માં બાઇડેન પ્રશાસને જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતને વર્ચુઅલ સમિટમાં બોલાવીને પોતાના સખ્ત રૂખનો પરિચય આપ્યો. આ સમિટમાં કોરોનાને નાથવા માટે રસી આપવાના મુદ્દા પર પણ ચર્ચા કરી.
એક સમાચાર એજન્સીના મતે રિપોર્ટ કહે છે કે આ ચાર દેશોનું આ પગલું ઉચ્ચ તકનીકી ઉત્પાદનોમાં ઉપયોગ કરાતા દુર્લભ ખનીજ પદાર્થોને લઇ ચીન પર ર્નિભરતાને ઓછી કરવા અને પેરિસ સમજૂતીને મજબૂત કરવામાં કારગર સાબિત થશે. તેમની એક સાથે કામ કરવાની યોજના એક નવા અધ્યાયની શરૂઆત કરી શકે છે.
અમેરિકન કોંગ્રેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિસ્ટમની સ્થિરતાને લઇ પ્રશ્ન છે. જાે સભ્ય દેશોમાં નેતૃત્વ પરિવર્તન આવે તો શું અન્ય દેશોને ક્વાડમાં લવાશે. આ અહેવાલમાં ભારતના ઉત્સાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ક્ષેત્રમાં બેઇજિંગની ભૂમિકા પર અવિશ્વાસ હોવાના લીધે ક્વાડને મજબૂત કરી દેવાયું છે.
પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેની સાથે ખાસ આ અવધારણાનું સમર્થન કરતાં જાપાન ક્વાડની વ્યવસ્થાને આગળ ધપાવામાં સૌથી આગળ રહ્યું છે. સીઆરએસનો રિપોર્ટ કહે છે કે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી શક્તિ પર પોતાની ચિંતાને લઇ ક્વાડને ઉભું કરવામાં જાપાનની ઉત્સુકતા તમામથી ઉપર દેખાય છે. સિદ્ધાંત રૂપમાં ભારતને મૂંઝવણમાં નાંખવા માટે બેઇજિંગ પોતાના કેટલાંક સંસાધનો પરથી ધ્યાન હટાવી શકે છે અને હિન્દ મહાસાગર પર ધ્યાન આપવા માટે મજબૂર કરી શકે છે.
જાપાને ઑસ્ટ્રેલિયા અને ભારત બંનેની સાથે ઘનિષ્ઠ દ્વિપક્ષીય સુરક્ષા સંબંધ બનાવા માટે પણ સતત કામ કર્યું છે. છેલ્લાં એક દાયકામાં જાપાને ઓસ્ટ્રેલિાયાને પોતાના સુરક્ષા સંબંધોને મજબૂત બનાવા માટે કામ કર્યું છે અને ૨૦૨૦ સુધીમાં એ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા જેમાં સંયુકત અભ્યાસ અને ડિઝાસ્ટર રિલીફ એક્ટિવિટીમાં સૈન્ય બળોના મદદની વાત કહી છે. ક્વાડ એ અમેરિકન સૈન્ય દળો સાથે સંયુક્ત કવાયત માટે પણ શક્તિ પ્રદાન કરે છે.
નવેમ્બર ૨૦૧૭માં ભારત, જાપાન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાએ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં લાંબા સમયથી પેન્ડિંગ ક્વાડની સ્થાપનાના પ્રસ્તાવને આકાર આપ્યો. તેનો હેતુ મહત્વપૂર્ણ દરિયાઇ માર્ગોને કોઇપણ પ્રભાવથી મુકત રાખવા માટે એક નવી રણનીતિ વિકસિત કરવાની છે.

Related posts

भारत में हमलों की तैयारी में अल कायदा : युएन

aapnugujarat

मोगादिशू हवाई अड्डे के पास आत्मघाती हमला, 11 की मौत

aapnugujarat

माली में 33 आतंकवादी ढेर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1