Aapnu Gujarat
ગુજરાત

વટવામાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર ઝડપાયો

અમદાવાદ શહેરમાં ફરી એક વખત ૧૫ વર્ષની સગીરા હેવાનિયતનો ભોગ બની છે. વટવા વિસ્તારમાં રહેતા હવસના ભૂખ્યા આરોપીએ સગીરા લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું જોકે નારોલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. નારોલ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં દેખાતા હવસના ભુખ્યા આરોપીનું નામ હારુંન દિવાન છે આરોપી વટવા વિસ્તારમાં આવેલ સૈયદ વાડીમાં રહે છે. આરોપી હારુન પોતે કુંવારો છે અને સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી છેલ્લા ૭ મહિનાથી સગીરા સાથે પ્રેમ સબંધ બાંધી અલગ અલગ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ આચરતો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકો માં આરોપી ની ધરપકડ કરી દીધી છે.
પોલીસ પૂછપરછમાં આરોપી પરિણીત હોવાનું સામે આવ્યું છે. સગીરા ની બાજુમાં રહેતા તેના એક મિત્રને ત્યાં આરોપી આવતો હતો અને એ દરમિયાન સગીરા અને આરોપી વચ્ચે સંપર્ક થયો હતો. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીના પ્રેમસંબંધની જાણ પત્નીને હતા તેની પત્ની સગીરાના ઘરે જઈને આરોપીના અને સગીરાના લગ્ન કરાવી આપવાની જાણ સગીરાની માતાને કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. અને સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

Related posts

વસ્ત્રાલમાં રીક્ષાચાલકે મિત્રની પત્ની પર દુષ્કર્મ ગુજાર્યુ

aapnugujarat

સંથારા શ્રાવકે જૈન પરંપરા ઉજાગર કરી

aapnugujarat

કેન્દ્ર સરકારની નેશનલ લેવલ મોનિટરિંગ ટીમ માથાસુર ગામની મુલાકાતે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1