Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતમાં જે કંઈ થઈ રહ્યુ છે તેના પર અમેરિકા ચૂપ કેમ છે ? : રાહુલ ગાંધી

કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાવર્ડ કેનેડી સ્કૂલના એમ્બેસેડર નિકોલસ બર્ન્સ સાથેની વાતચીતમાં ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. સાથે જ રાહુલ ગાંધીએ અમેરિકા પર પણ સવાલ ખડા કર્યા હતાં. તેમણે બર્ન્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભાજપે દેશની મહત્વની બંધારણીય સંસ્થાઓને પોતાના કજબામાં લઈ લઈ રાખી છે.
રાહુલ ગાંધીએ વિરોધી પાર્ટીઓના ચૂંટણી હારને લઈને કહ્યું હતું કે, ભાજપ આર્થિક રીતે મજબૂત થઈ છે અને મીડિયા પર તેમનું પ્રભુત્વ વધ્યુ છે જેના કારણે વિરોધી પાર્ટીઓ ચૂંટણી જીતી શકતી નથી. કોંગ્રેસ જ નહીં બીએસપી, એસપી, અનસીપી, જેવી પાર્ટીઓ પણ ચૂંટણી નથી જીતી શકતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચૂંટણી લડવા માટે સંસ્થાગત માળખાની જરુર પડે છે. આ સંસ્થાઓ એક નિષ્પક્ષ લોકતંત્ર માટે જરુરી છે. પરંતુ ભારતમાં આ તમામ પર ભાજપ સંપૂર્ણ રીતે હાવી થઈ ગયું છે. જેના કારણે વિરોધ પક્ષ ચૂંટણીઓ જીત શકતી નથી.
કોંગ્રેસના નેતાએ વધુમાં કહ્યું હતું કે, ચૂંટણી લડવા માટે અમારે માળખાગત સંસ્થાની જરુર હોય છે. અમને ન્યાય વ્યવસ્થાની જરુર હોય જે અમારી રક્ષા કરે. મીડિયાની જરુર હોય જે સ્વતંત્ર હોય. આર્થિત સમાનતાની જરુર હોય. અમારી પાસે આ બધું નથી. જેનાથી અમે રાજનીતિક પાર્ટી સંચાલિત કરી શકીએ.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ તમામ બાબતો વચ્ચે અમેરિકાની સરકાર તરફથી કોઈ જ ટિપ્પણી નથી આવી. જો ભારત અને અમેરિકાની વચ્ચે લોકતાંત્રિક ભાગીદારી છે તો પછી અમેરિકા ભારતમાં બની રહેલી ઘટનાઓ પર કેમ કંઈ નથી બોલતુ? મારો મતલબ છે કે ભારતમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તેના પર તમે(બર્ન્સ)નો શું મત છે? હું મૂળ રુપે માનુ છું કે અમેરિકા ઉંડાણપુર્વ વિચાર કરે. અમેરિકન સંવિધાનમાં સ્વતંત્રતાનો વિચાર જે રીતે નિહિત છે તે ખુબ જ શક્તિશાળી વિચાર છે પરંતુ તમારે આ વિચારની રક્ષા કરવી પડશે. આ મુખ્ય સમસ્યા છે.

Related posts

पंजाब में फिर दिखा पाकिस्तानी ड्रोन

aapnugujarat

મન કી બાત ૨૧મી સદીમાં જન્મેલા યુવાનો મતદાનમાં સક્રિય રીતે ભાગ લે

aapnugujarat

પેગાસસ કેસ : સુપ્રીમે કેન્દ્રને ફટકારી નોટિસ

editor

Leave a Comment

UA-96247877-1