Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમરાન ખાન બાદ રાષ્ટ્રપતિ ડો આરિફ અલ્વી પણ કોરોનાથી સંક્રમિત

પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન બાદ દેશના રાષ્ટ્રપતિ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વી એ ખુદ ટિ્‌વટર પર જાણકારી આપી અને કહ્યુ કે, તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમણે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.ડો. આરિફ અલ્વીએ થોડા દિવસ બાદ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. હવે તેઓ પોઝિટિવ આવ્યા છે. તેમણે ટિ્‌વટર પર લખ્યુ, ’મારો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અલ્લાહ બધા કોવિડ-૧૯ પીડિતો પર દયા બનાવી રાખે. વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ ચુક્યો છું પરંતુ એન્ટીબોડી બીજો ડોઝ લીધા બાદ બનવાનું શરૂ થાય છે. મહેરબાની કરીને સાવચેતી રાખો.મહત્વનું છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પહેલાથી કોરોનાથી સંક્રમિત છે. તેમણે પણ ચીનની કોરોના વેક્સિન લગાવી હતી. ઇમરાન ખાન ક્વોરેન્ટાઇન છે. કોરોના વેક્સિન લગાવ્યા બાદપાકિસ્તાનના પીએમ ખાને દેશના લોકોને મહામારીના કેસમાં વધારો રોકવા માટે નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે. પાકિસ્તાનમાં વધી રહેલા કેસો બાદ ઘણા વિસ્તારોમાં આંશિક લૉકડાઉન લગાવવામાં આવ્યું છે.

Related posts

ફિલિપાઈન્સમાં આવ્યો ભૂકંપ, ભારતને કુદરતી આફતની આપી ચેતવણી

aapnugujarat

कमला हैरिस अमेरिकी राष्ट्रपति चुनाव की दौड़ से बाहर

aapnugujarat

सऊदी अरब के होटलों में विदेशियों को नहीं मिलेगी नौकरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1