Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઈમરાન ખાને પાકિસ્તાનના હિન્દુઓને પાઠવી હોળીની શુભેચ્છા

પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને બળજબરી પૂર્વક ધર્માંતરણની ઘટનાઓ વચ્ચે આજે વડાપ્રધાન ઈમરાન ખાને હિન્દુ સમુદાયને હોળીની શુભકામનાઓ પાઠવી છે.
ઈમરાન ખાને ટિ્‌વટ કર્યુ હતુ કે, આપણા હિન્દુ સમુદાયને રંગોના તહેવાર હોળીનુ શુભકામનાઓ.દરમિયાન નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અને બીજા નેતાઓએ પણ હિન્દુ સાંસદોને અને હિન્દુ સમુદાયને શુભકામનાઓ પાઠવી હતી.
નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસરે કહ્યુ હતુ કે, પાકિસ્તાનના વિકાસમાં હિન્દુ સમુદાયનો ફાળો છે.રંગોનો તહેવાર ખુશીઓ ફેલાવવાનો અવસર આપે છે.તમામ લઘુમતીઓને પાકિસ્તાનમાં પોતાના તહેવારોની ઉજવણી કરવાની આઝાદી છે.
પાકિસ્તાનમાં રહેલા લઘુમતી સમુદાયોમાં હિન્દુઓની વસતી સૌથી વધારે છે.એક અંદાજ પ્રમાણે ૭૫ લાખ જેટલા હિન્દુઓ પાકિસ્તાનમાં રહે છે.જોકે આઝાદી બાદ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે તે એક કડવી વાસ્તવિકતા છે.

Related posts

कजाकिस्तान में विमान क्रैश हुआ : 9 की मौत

aapnugujarat

नाइजीरिया में पेट्रोल से भरे टैंकर में विस्फोट, 45 लोगों की मौत

aapnugujarat

ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં ઘટાડો થતાં ઈમરાન ખાને વખાણ કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1