Aapnu Gujarat
ગુજરાત

બોટાદ નગરપાલિકાના પ્રમુખનુ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા સન્માન કર્યુ

બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે, જાહેર કમિટીના મેમ્બર એવા રાજેશ્રીબેન રાજુભાઈ વોરા તાજેતરમાં બોટાદ નગરપાલિકા ના વોર્ડ નંબર 6 માં ચૂંટણી લડી વિજેતા બનેલ હતા જેઓની સર્વાનુમતે નગરપાલિકાના આ ટ્રમ ના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે વરણી થતા તાલુકા સેવા સદન ખાતે મળેલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ની બેઠકમાં ઉપસ્થિત ચેરમેન શ્રી પિયુષભાઈ શાહ તેમજ સાથી સદસ્યો શ્રી મનીષભાઈ વાળા, શ્રી વનરાજસિંહ ડાભી અને શ્રી મનોજસિંહ યાદવ તેમજ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ના સચિવ શ્રી ગોરધનભાઈ મેર, કોમ્પ્યુટર ઓપરેટર શ્રી નારણભાઈ રાઠવા તેમજ એડવોકેટ મેમ્બર શ્રી પી.આર. બથવાર દ્વારા પુષ્પગુચ્છ તેમજ સાળંગપુર હનુમાનજી દાદાનો એક ફોટો અર્પણ કરી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સાથી મેમ્બર અને નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ શ્રીમતી રાજેશ્રીબેન રાજુભાઈ વોરાનું અદકેરું સન્માન કરવામાં આવેલ હતું.

Related posts

ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પશૂટરની પુછપરછ

aapnugujarat

વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતાં છ પકડાતાં ચકચાર

aapnugujarat

આધારમાં સુધાર કરાવવાના ચાર્જમાં વધારો થવાની વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1