Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત સરકાર લવ જેહાદને નાથવા ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક રજૂ કરશે

ગુજરાતમાં લવ જેહાદના મુદ્દે ગુજરાત સરકાર વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કરશે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ૨૦૨૧ રજૂ કરવામાં આવશે. આ બિલ દ્વારા બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ વિધેયકમાં પાંચ વર્ષ સુધીની સજા અને ૨ લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
સગીર સાથેના ગુનામાં સાત વર્ષ સુધીની સજા કરવામાં આવશે અને ૩ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ સાથે અનુસૂચિત જાતિ અને જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં પણ સાત વર્ષની સજા થઈ શકે છે. કાયદાની અધિનિયમ ૩, ૪ અને ૭માં સુધારો કરવામાં આવશે.
વર્ષ ૨૦૦૩માં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારો અમલી હતો. પરંતુ તેમાં ઘણા બધા મુદ્દાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. કાયદાની અધિનિયમ ૩,૪ અને સાતમાં સુધારો કરવામાં આવશે. આ સુધારા વિધેયકમાં ધર્મપરિવર્તનમાં ૩-૫ વર્ષની સજા અને ૩ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
અનુસૂચિત જાતિ અને જનજાતિના ધર્મપરિવર્તનમાં સાત વર્ષની સજા અને ૩ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા આ સુધારા વિધેયકને થોડા સમયમાં રજૂ કરવામાં આવશે.

Related posts

પાટીદારોને અનામત પ્રશ્ને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો : રવિશંકર પ્રસાદ

aapnugujarat

સગીરાને ધમકી આપતો રોમિયો

aapnugujarat

શહેરમાં નીકળેલા કલાત્મક, આકર્ષક તાજિયાના જુલુસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1