Aapnu Gujarat
મનોરંજન

બચ્ચન પરિવાર આ વર્ષે પણ હોળી ઉજવશે નહીં

દેશભરમાં કોવિડના કેસ સતત વધી રહ્યાં છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં તેનો પ્રકોપ વધુ જોવા મળી રહ્યો છે. જેના કારણે બીએમસીએ મુંબઈ શહેરમાં વાયરસના ફેલાવાને રોકવા માટે જાહેર અને ખાનગી સ્થળોએ હોળી રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. બીએમસીએ ૨૯ માર્ચે શહેરમાં હોળીની ઉજવણીને ધ્યાનમાં રાખીને નવી સૂચનાઓ જારી કરી છે. બચ્ચન પરિવાર હોળીનો તહેવાર આ વર્ષે પણ નહીં ઉજવે.
બીએમસીએ જણાવ્યું, મુંબઈમાં કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે ૨૮ અને ૨૯ માર્ચે જાહેર હોળીની ઉજવણી રદ કરવામાં આવશે. જ્યારે આ એક સમજદારીભર્યું પગલું છે, જોકે, બચ્ચન પરિવાર માટે તે થોડુંનિરાશાજનક છે, જેઓ તેમના મુંબઈ નિવાસસ્થાન ’જલસા’ ખાતે ભવ્ય હોળી પાર્ટી આપવા માટે જાણીતા છે. અમિતાભ બચ્ચનના ઘરે હોળી પાર્ટીઓને હંમેશા તેની ભવ્યતા, રંગ, સેલિબ્રિટીસની હાજરી અને ઘણાં સુંદર ફોટોઝ માટે યાદ કરવામાં આવે છે. પરંતુ ૨૦૨૦ની જેમ આ વર્ષે પણ બચ્ચન પરિવાર કોરોના વાયરસને કારણે હોળી ઉજવશે નહીં.
ગયા વર્ષે અમિતાભે અભિષેક બચ્ચન, જયા બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા સાથે મળીને એક અતરંગ ઉજવણી કરી હતી. અમિતાભે પણ આરાધ્યાને આશીર્વાદ આપ્યા હતા. ગયા વર્ષે તેમના ચાહકોને શુભેચ્છા આપતી વખતે અમિતાભે હોળી સમારોહનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો હતો. કેટલીક તસવીરોમાં પ્રખ્યાત અભિનેતા રાજ કપૂર, શમ્મી કપૂર, જીતેન્દ્ર, શત્રુઘ્ન સિંહા અને અન્ય લોકો સાથે આર કે સ્ટુડિયોમાં હોળીની ઉજવણી કરી હતી, જ્યારે બિગ બીએ પણ તેમના બાળકો સાથે હોળીની તસવીરો શેર કરી હતી.

Related posts

સુરમા ફિલ્મમાં તાપ્સી પન્નુ એક નવા અવતારમાં રહેશે

aapnugujarat

कंगना रनौत की ‘तेजस’ फिल्म की शूटिंग दिसंबर से होगी शुरू

editor

अनु मलिक पर लगे सेक्शुअल हैरसटमें के आरोप सच हैः अलीशा चिनॉय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1