Aapnu Gujarat
ગુજરાત

કડીના સિરિયલ ગેંગરેપના આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી


કડી સિરીયલ ગેંગરેપના ફરાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે પકડેલ આરોપી ગુજસીટોક સહિત ૫૨ ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ બે આરોપી ધ્રાંગધ્રાની ડફેર ગેંગના સભ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવેલ ડફેર ગેંગના બે આરોપી શરીફ ડફેર અને રસુલ ડફેરની ફતેવાડી કેનાલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તપાસ કરતા એક રિવોલ્વર, એક છરી, ચોરેલી બાઈક કબ્જે કરવામાં આવી છે. આરોપી રસુલ ડફેર બે વર્ષ પહેલાં કડીમાં સિરીયલ ગેંગ રેપ ગુનાનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આરોપી શરીફ ડફેર પણ હત્યા, હત્યાની કોશિશ ,લૂંટ જેવા ગંભીર ગુના કરી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો.
પકડાયેલ બંને આરોપીની ગુનાહિત ઇતિહાસ તપાસતા સામે આવ્યું કે પકડાયેલ આરોપી અને તેની ગેંગના ૨૦ સાગરીતો વિરુદ્ધ ધ્રાંગધ્રા પોલીસ મથકે ગુજસીટોક ગુનો નોંધાયેલ છે. કુલ મળી આરોપી ૫૨ ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપી રસુલ ડફેરે તેના સાગરીતો સાથે મળી વર્ષ ૨૦૧૯માં દિવાળી સમયે બે ગેંગરેપ કર્યા હતા. જેમાં આરોપી ફરાર હતો. ૨૦ સભ્યની ગેંગના મોટા ભાગના આરોપી પોલીસ પકડમાં આવી ગયા છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો તે ખેતરમાં છુપાતો અને તેની પત્ની આસપાસમાં લાઈટ કરી નજર રાખતી હતી. ઉપરાંત પોતાની સુરક્ષા માટે મોટી સંખ્યામાં કૂતરા પણ રાખતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. ૫૨ ગુનામાં ફરાર આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ પોલીસ પર હુમલો કરવામાં પણ અચકાતા નથી. અગાઉ તેમણે લીમડી પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. અન્ય એક એલસીબીના પીએસઆઇ ઉપર પણ છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની બહાર આવવાની રાહ જોઈ હતી. તેમને અમદાવાદ શહેરના છેવાડેથી ઝડપી લીધા છે. આ ગેંગના વધુ એક આરોપી ઇમરાન ડફેરનું નામ સામે આવ્યું છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Related posts

સુસ્કાલ ગામમાં વિદેશી દારૂ ઝડપાયો

editor

बिग बी पर लगा कविता चोरी करने का आरोप

editor

BIG BREAKING : કોંગ્રેસથી ખફા હાર્દિક પટેલને ‘આપ’માં જોડાવાનું આમંત્રણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1