Aapnu Gujarat
રાષ્ટ્રીય

અંકુશરેખા ઉપર પાકનો ભીષણ ગોળીબાર : સ્થિતિ સ્ફોટક બની

પાકિસ્તાની સેનાએ આજે સતત બીજા દિવસે અંકુશ રેખા પર ભીષણ ગોળીબાર કર્યો હતો. પુંચ અને ભિમબેર ગલી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના કારણે અંકુશ રેખા પર તંગ સ્થિતી રહી છે. સવારે ૬.૪૫ વાગ્યા ગોળીબાર કરવામાં આવ્યો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે પણ ગોળીબાર જારી રહ્યો હતો. જમ્મુ કાશ્મીરના ભીમબર ગલી સેક્ટરમાં અંકુશ રેખા ઉપર ભારત અને પાકિસ્તાનના જવાનો વચ્ચે ભીષણ ગોળીબાર ગઇકાલે પણ થયો હતો. ગઇકાલે સોમવારે પાકિસ્તાની સેનાએ યુદ્ધ વિરામનો ભંગ કરીને જોરદાર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ભારતીય જવાન શહીદ થયો હતો. શહીદ જવાનની ઓળખ મુદ્દસર અહેમદ તરીકે થઇ હતી. જે જમ્મુ કાશ્મીરમાં ત્રાલ સેક્ટરનો નિવાસી હતો. મુદ્દસર અહેમદ રાજૌરી સેક્ટરમાં ફરજ ઉપર હતા. રાજૌરીમાં મંજાકોટે સેક્ટર સાથે જોડાયેલી સરહદ નજીક પણ પાકિસ્તાની સેનાએ જોરદાર ગોળીબાર કર્યો છે જેમાં અહેમદ શહીદ થયા હતા. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પરિણામ સ્વરુપે સ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે. પૂંચ સેક્ટરમાં એક બાળકીનું પણ મોત થઇ ગયું છે. એકલા જુન મહિનામાં પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામના ભંગના ૨૦ બનાવો બની ગયા છે. બીએટી દ્વારા એક હુમલો કરવામાં આવ્યો છે. જુન મહિનામાં પાકિસ્તાન દ્વારા ઘુસણખોરીના બે પ્રયાસો કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની આ કાર્યવાહીમાં ત્રણ જવાન સહિત ચાર લોકોના મોત થયા છે. અને ૧૨ લોકો ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે હજુ સુધી ૧૦૨ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. છેલ્લા સાત વર્ષમાં જાન્યુઆરી અને જુલાઇ વચ્ચેના ગાળામાં સૌથી વધારે ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ લશ્કરે તોયબા, હિઝબુલ મુજાહીદીન અને જેશે મોહમ્મદના ત્રાસવાદીઓનો ખાતમો કર્યો છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં લશ્કરે તોયબાનો કમાન્ડર બશીર લશ્કરી અને હિઝબુલનો કુખ્યાત ત્રાસવાદી સબ્જાર અહેમદનો સમાવેશ થાય છે. ત્રાસવાદી લશ્કરી દક્ષિણ કાશ્મીરમાં છ પોલીસ જવાનની હત્યામાં સામેલ હતો. ૧૨મી જુલાઇ સુધી ૧૦૩ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. આની સાથે જ છેલ્લા સાત વર્ષના ગાળામાં સૌથી વધારે ત્રાસવાદીઓ આ ગાળામાં ફુકાયા છે.
આ અગાઉ વર્ષ ૨૦૧૦માં જાન્યુઆરી અને જુલાઇ વચ્ચેના ગાળામાં સૌથી વધારે ૧૫૬ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ગયા વર્ષે આ અવધિમાં ૭૭ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ત્રાસવાદીઓ સામે જોરદાર કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં અવિરત ઘુસણખોરીના પ્રયાસ થયા છે. ભારતીય સેનાએ પણ આ ગાળામાં ૪૮ જવાનો ગુમાવ્યા છે. આ વર્ષે હજુ સુધી ઘુસણખોરીના ૧૯૭ પ્રયાસો થઇ ચુક્યા છે.

Related posts

RBI ने ग्राहकों को दिया झटका

editor

जम्मू-कश्मीर में व्यभिचार को अपराध बताने वाला कानून असांविधानिक : SC

aapnugujarat

જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ફરીવખત હિમવર્ષા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1