Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ફરીવખત હિમવર્ષા

જમ્મુકાશ્મીર અને હિમાચલપ્રદેશમાં ફરી એકવાર નવેસરથી હિમવર્ષાના કારણે જનજીવન પર પ્રતિકુળ અસર થઇ છે. હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. બન્ને રાજ્યોમાં હિમવર્ષાના કારણે તેની સીધી અસર દિલ્હી અને એનસીઆરમાં પણ જોવા મળી રહી છે. બન્ને રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. હિમવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગર રાજમાર્ગને બંધ કરવાની ફરજ પડી છે. જેના પરિણામસ્વરૂપે મોટી સંખ્યામાં વાહનો અટવાઇ પડ્યા છે. ખીણમાં ભારે હિમવર્ષા અને મેદાની ભાગોમાં વરસાદ થયો છે. હિમવર્ષા અને વરસાદ હજુ જારી રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર હાઇવેના બનીહાલ સેક્ટરમાં ભારે હિમવર્ષાના પરિણામ સ્વરુપે કેટલાક વિસ્તારો વાહન વ્યવહાર માટે બંધ કરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઉધમપુરના પટણીટોપ ખાતે ભારે હિમવર્ષા થઇ રહી છે. જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં પારો માઇનસમાં પહોંચી ગયો છે. કારગિલમાં માઇનસ ૧૪ ડિગ્રી તાપમાન રહ્યું છે જ્યારે લેહમાં માઇનસ ૧૧.૩ ડિગ્રી તાપમાન રહ્યું છે. શ્રીનગરમાં માઇનસ ૦.૧, ગુલમર્ગમાં માઇનસ ૪.૬ ડિગ્રી તાપમાન થયું છે. જમ્મુ કાશ્મીરની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ હિમવર્ષાની અસર સ્પષ્ટપણે થઇ છે. જમ્મુકાશ્મીર અને હિમાચલપ્રદેશમાં પહાડી વિસ્તારમાં હિમવર્ષા થવાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી ઘટી ગઇ હતી. જો કે નવેસરથી હિમવર્ષાના કારણે ઠંડીમાં ફરી વધારો થયો છે. આજે સવારે દિલ્હી અને એનસીઆરના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો હતો. બીજી બાજુ હિમાચલપ્રદેશમાં પણ ફરી હિમવર્ષા થઇ છે. શિમલામાં હિમવર્ષાના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. જો કે લોકોને મજા પડી ગઇ છે. શિમલા અને આસપાસના વિસ્તારોમાં ફરવા માટે આવેલા આવેલા લોકો હિમવર્ષાના કારણે રોમાંચ અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે આગામી દિવસોમાં હિમવર્ષા જારી રહી શકે છે. દિલ્હી અને એનસીઆરમાં હળવા વરસાદના લીધે હાલત કફોડી થઇ છે. ઠંડી ફરી એકવાર પરત ફરી છે. આવી સ્થિતિના લીધે જનજીવન ઉપર પણ અસર થઇ છે. હિમાચલમાં પણ હાલમાં હિમવર્ષા જારી રહે તેવી સંવના દેખાઈ રહી છે.

Related posts

हेट कोमेन्ट लिखनेवाले को तीन वर्ष की जेल की सजा

aapnugujarat

निर्भया के दोषियों को फासी : HC ने याचिका की ख़ारिज, कहा – सभी को एकसाथ फांसी

aapnugujarat

રાજસ્થાન ચૂંટણી : સીએમ વસુંધરા રાજેના રાહુલ પર પ્રહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1