Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આસામમાં પુરની સ્થિતિ સુધરી : રોગચાળો રોકવા તંત્ર દ્વારા પગલા લેવાયા

આસામમાં પુરની સ્થિતીમાં હવે ઉલ્લેખનીય સુધારો થયો છે પરંતુ હવે રોગચાળાનો ખતરો દેખાઇ રહ્યો છે. પુરની સ્થિતીમાં સુધારો થયો હોવા છતાં હજુ પણ ૧૧૮ રાહત કેમ્પમાં ઓછામાં ઓછા ૨૨૦૦૦ લોકો આશ્રય લઇ રહ્યા છે. ભારે વરસાદ અને પુરના કાર રાજ્યમાં ૭૯૦૦૦ હેક્ટરથી વધારે વિસ્તારમાં પાકને નુકસાન થયુ છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. હવે રોગચાળાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બચાવ અને રાહત કામગીરીમાં સુરક્ષા દળોની મદદ લેવામાં આવી રહી છે. આસામમાં પુરની જ્યાં સુધી વધારે અસર થઇ છે તેમાં લખીમપુર, શિવસાગર, કચાર, ધેમાજી, વિશ્વનાથ, જોરહાત, ગોલાઘાટ, કરીમગંજ, સોનિતપુર અને નાલબેરીનો સમાવેશ થાય છે. રાજ્યના ૨૫ જિલ્લાના આશરે ૧૫ લાખ લોકો હજુ પણ પુરના સકંજામાં છે. પુર અને ભારે વરસાદના કારણે ૭૩થી વધારે પ્રાણીઓના પણ મોત થઇ ચુક્યા છે. ગેંડા માટે વિશ્વભરમાં લોકપ્રિય કાજીરંગા નેશનલ પાર્ક પાણીમાં ગરકાવ છે. પ્રાણીઓને અન્યત્ર ખસેડી લેવાની કામગીરી પણ ચાલી રહી છે. કાજીરંગા નેશનલ પાર્કમાં ૬૨ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ છે. પાર્ક નજીકથી પસાર થતા વાહનોની ટક્કરથી પણ કેટલાક અસામાન્ય પ્રાણીઓના મોત થયા છે. હાલમાં ૧૧૦૦ ગામો જળબંબાકાર છે. ગુવાહાટીમાં પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા છે. રાજ્ય સરકાર દ્વારા ૩૬૩ રાહત કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. ૧૯ જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુશેન સેન્ટર ચાલી રહ્યા છે. આશરે ૧૦ લાખ લોકોના ઘર હજુ પાણીમાં ડુબેલા છે. આસામમાં પુરના કારણે દક્ષિણ સલમારા, ધુબ્રી અને મોરીગાવમાં હાલત સૌથી વધારે ખરાબ થયેલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સ્થિતીમાં સુધારો થવામાં હજુ સમય લાગી શકે છે. હવે રોગચાળાની દહેશત પ્રવર્તી રહી છે. ૩૧ હાજાર લોકો માટે ૩૬૩ રાહત કેમ્પ સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે. વરસાદના લીધે લોકપ્રિય કાજીરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાઈ ગયા છે.આસામમાં તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવનાર કાજીરંગા નેશનલ પાર્કમાં ૨૫૦૦ ગેંડા રહે છે. વિશ્વમાં કુલ ગેંડાની સંખ્યા ૩૦૦ છે જે પૈકી ૨૫૦૦ ગેન્ડા આ સ્થળ પર છે. પુરના કારણે હરણ સહિત કુલ ૭૩ પ્રાણીઓના મોત થયા છે. તમામ પ્રકારની મદદ કરવા ખાતરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. ગુવાહાટીથી પ્રાપ્ત હેવાલ મુજબ રાજ્યમાં પુરની સ્થિતી હવે ધીમી ગતિથી હળવી બની રહી છે. કુલ ૨૫ જિલ્લા પુરના સકંજામાં આવી ગયા છે.આસામમાં મોતનો આંકડો વધીને ૬૫ ઉપર પહોંચી ગયો છે.એકલા લખીમપુર જિલ્લામાં ત્રણ લાખથી વધારે લોકો પુરના સકંજામાં આવી ગયા છે. આસામમાં રાજ્યમાં ૭૯૦૦૦ હેક્ટરથી વધારે વિસ્તારમાં પાકને નુકસાન થયુ છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. પ્રાણીઓને અન્યત્ર ખસેડી લેવાની કામગીરી પણ ચાલી રહી છે. કાજીરંગા નેશનલ પાર્કમાં ૬૨ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ છે.

Related posts

જો સુપ્રિમ દખલ કરશે તો દિકરીઓને પેદા જ નહીં થવા દઈએ : ખાપ પંચાયત

aapnugujarat

પોસ્ટ વિભાગ પોસ્ટકાર્ડ, આંતરદેશીય તેમજ કવર કિંમતોના ભાવોમાં વધારો કરવા સજ્જ

aapnugujarat

સરેરાશ ભારતીયોની આવક ૭ વર્ષમાં બે ગણી નોંધાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1