Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરેરાશ ભારતીયોની આવક ૭ વર્ષમાં બે ગણી નોંધાઈ

છેલ્લા સાત વર્ષના ગાળામાં સરેરાશ ભારતીય દ્વારા મેળવવામાં આવતી આવક આશરે બેગણી થઇ ગઇ છે. ૨૦૧૧-૧૨ના ગાળામાં સરેરાશ ભારતીયની આવક પ્રતિવાર્ષિક ૬૩૬૪૨ રૂપિયા હતી જે વધીને ૨૦૧૮-૧૯માં ૧.૨૫ લાખ રૂપિયા થઇ ગઇ છે. આનો મતલબ એ થયો કે મોદી સરકારના ગાળામાં પણ ભારતીયોની આવકમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. મોદી સરકાર માટે આ ખુબ રાહતજનક સમાચાર છે. એનડીએ સરકારના શાસન હેઠળ પ્રતિવ્યક્તિ આવકમાં ૪૫ ટકાનો વધારો થયો છે. ૨૦૧૪-૧૫થી ૨૦૧૮-૧૯ના ગાળામાં પ્રતિવ્યક્તિ આવક ૪૫ ટકા વધી છે.
૨૦૧૪-૧૫માં સરેરાશ ભારતીયની આવક પ્રતિવાર્ષિક ૮૬૬૪૭ રૂપિયા હતી. જો કે, પ્રતિવ્યક્તિ આવક ગ્રોથમાં ટ્રેન્ડ સ્પષ્ટરીતે મળી રહ્યો નથી. પ્રતિવ્યક્તિ આવકમાં વાર્ષિક આધાર પર ગ્રોથ ૨૦૧૭-૧૮માં તેની નીચલી સપાટીએ હતો. વર્તમાન નેશનલ એકાઉન્ટ સીરીઝ હેઠળ આ આંકડો બોટમ સપાટી ઉપર હતો. ૨૦૧૮-૧૯માં તેમાં બાઉન્સબેંકની સ્થિતિ જોવા મળી હતી અને આંકડો ૧૧.૧ ટકા રહ્યો હતો. મોદી સરકારના ગાળા હેઠળ આ આંકડો સૌથી ઉંચો રહ્યો છે. ઓછામાં ઓછી દ્રષ્ટિએ ગણવામાં આવે તો પ્રતિવ્યક્તિ રાષ્ટ્રીય આવક પ્રતિવ્યક્તિ ભારતીયની આવક રજૂ કરે છે. બે જ વર્ષ માટે નેશનલ એકાઉન્ટ સિરિઝની શરૂઆત ૨૦૧૧-૧૨ના ફાઈનાન્સિયલ વર્ષથી કરવામાં આવી હતી. મોદી સરકાર માટે આ પ્રકારના આંકડા રાહત આપે તે પ્રકારના છે. કેન્દ્રીય આંકડા ઓફિસ દ્વારા આ મુજબની માહિતી આજે જારી કરવામાં આવ્યા હતા.

Related posts

ગોરધન ઝડફિયાને ઉત્તરપ્રદેશ પ્રભારી બનાવીને ભાજપે ચોંકાવી દીધા

aapnugujarat

धारा 370 को लेकर बोले उमर – यह राज्य की जनता के साथ पूरी तरह विश्वासघात

aapnugujarat

45 रुपए किलो तक सस्ता हुआ चिकन

editor

Leave a Comment

UA-96247877-1