Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જર્મની માં કોરોના કહેર ,લોકડાઉનમાં કરશે વધારો

કોરોનાના વધતા કહેરને કારણે જર્મનીમાં ફરી એક વખત લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે.વધતા સંક્રમણને રોકવા માટે લોકડાઉનને સતત 5મા મહિને વધારવાની પૂર્ણ તૈયાર કરી લેવામાં આવી છે. ચાન્સેલર એન્જેલા મર્કેલ દ્વારા લોકડાઉનને 18 એપ્રિલ સુધી વધારવાની વાત કરવામાં આવી છે. મળનારી બેઠક માં આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવશે.જર્મનીમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 26.70 લાખ લોકો કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 75,270 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1.79 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.

Related posts

अमेरिका के मिसौरी के क्लब में गोलीबारी, 1 की मौत

editor

Chandrayaan-2: NASA praises ISRO, says- “Your Journey has inspired us”

aapnugujarat

ટ્રમ્પ ફોર્બ્સના ટોચના ૪૦૦ ધનિકોની યાદીમાંથી બહાર

editor

Leave a Comment

UA-96247877-1