Aapnu Gujarat
National

ઉત્તરાખંડના સીએમએ કરી વડાપ્રધાન મોદીની તુલના ભગવાન રામ અને કૃષ્ણ સાથે

ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન તિરથ સિંહ રાવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ભગવાન રામ સાથે કરી છે. તેઓએ ઋષિકેશમાં સરકારી પીજી આયુર્વેદિક કોલેજના સભાગૃહમાં સામાજિક સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમ ’નેત્ર કુંભ’ માં ભાગ લીધો હતો. ત્યાં તેમને આ મોટું નિવેદન આપ્યું હતું.
રાવતે કહ્યું, “આજે વિવિધ દેશોના નેતાઓ વડા પ્રધાન સાથે ફોટો ક્લિક કરવા લાઇનમાં ઉભા રહે છે. આ પહેલાના સમયથી વિરુદ્ધ થઇ રહ્યું છે, જ્યારે કોઈ વિશ્વ નેતાને આપણા દેશના વડા પ્રધાનથી કોઈ ફરક નહોતો પડતો. નરેન્દ્ર મોદીના કારણે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. આ એક નવું ભારત છે જે તેમણે બનાવ્યું છે.”
‘મોદી ઝિંદાબાદ’ના નારા વચ્ચે સીએમ તીરથે કહ્યું, જેમ દ્વાપર યુગમાં ભગવાન શ્રી રામ અને ત્રેતા યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કાર્યોથી સમાજમાં આદર મેળવ્યો અને ભગવાનનો દરજ્જો મેળવ્યો, તે જ રીતે ભવિષ્યમાં પીએમ મોદીની પણ પૂજા કરવામાં આવશે.
રાવતે કહ્યું, મેગા મહોત્સવમાં કોઈ પણ આરટી-પીસીઆર રિપોર્ટ અથવા યાત્રાળુઓની નોંધણીની જરૂર નહીં હોય. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. કુંભમેળાને લઈને નકારાત્મક વાતાવરણ હતું, અમે તેને સાફ કરી દીધું છે. લોકો ચિંતા વગર આવી શકે છે કોઈને અટકાવવામાં આવશે નહીં.

Related posts

રવિના ટંડને દિલ્હીમાં ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા

editor

દેશમાં કોરોનાની ત્રીજી વેક્સિનને મંજૂરીની શક્યતા

editor

ગાઝિયાબાદના પૂજારીએ પૂર્વ રાષ્ટ્રપતિ કલામને જિહાદી કહેતા વિવાદ

editor

Leave a Comment

UA-96247877-1