Aapnu Gujarat
બ્લોગ

પોર્નના લીધે જાપાની પુરૂષ સેક્સથી સતત દુર થયા છે : રિપોર્ટ

હાલમાં કરવામાં આવેલા નવા સંશોધનમાં જાણવા મળ્યુ છે કે જાપાનમાં વધુને વધુ પુરૂષો હવે કોઇ પણ પ્રકારના સેક્સ અનુભવ વગર ૩૦ વર્ષથી વધુનો સમય પસાર કરી રહ્યા છે. આજ કારણસર જાપાનમાં હવે વસ્તીમાં રેકોર્ડ ઝડપે ઘટાડો થઇ રહ્યો છે. કારણ કે જાપાની યુવાનો કોઇ પણ પ્રકારના રોમેન્ટિક સંબંધોથી બચવાના પ્રયાસ કરી રહ્યા છે. આ સંબંધમાં જ્યારે જાપાની લોકોના અભિપ્રાય માંગવામાં આવ્યા ત્યારે ૧૮થી ૩૪ વર્ષની વયના ૪૩ ટકા પુરુષોએ કબુલાત કરી કે તેઓ વર્જિન હતા. આમાંથી કેટલાક પુરૂષોએ તો કહ્યુ કે મહિલાઓ ભયભીત કરનાર હોય છે. આ મુદ્દા પર જ્યારે એક જાપાની મહિલાને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેના જવાબો પણ ખુબ આશ્ચર્યજનક રહ્યા હતા. મહિલાએ કહ્યુ હતુ કે પુરૂષો મહિલા પર ડેટ પર જવાની વાત કરીને ચિંતા વધારી દેવાના બદલે તેઓ પોર્ન નિહાળવા માટે પસંદ કરે છે. બીજી એક મહિલાએ કહ્યુ છે કે તેઓ સિંગલ રહેવાનુ હવે વધારે પસંદ કરે છે. જાપાનના નેશનલ ઇન્સ્ટીટ્‌.ુટ ઓફ પોપ્યુલેશન એન્ડ સોશિયલ સિક્યુરિટી રિસર્ચની આગાહીમાં કહેવામાં આવ્યુ છે કે જાપાનની વર્તમાન વસ્તી જે હાલમાં ૧૨ કરોડ ૭૦ લાખ છે તે વર્ષ ૨૦૬૫ સુધી ચાર કરોડ ઘટી જશે. જાપાનમાં ફર્ટિલિટી સંકટને ધ્યાનમાં લઇને હવે જાપાનમાં રાજકારણી પણ સમસ્યાને ઉકેલવામાં લાગેલા છે. ાજાણકાર લોકોનુ કહેવુ છે કે તેમને ડેટ પર જવાના બદલે પોર્ન નિહાળવાની બાબત વધારે યોગ્ય લાગે છે. જાપાનની દરેક રીતે ઘટતી વસ્તી ડેમોગ્રામિક ટાઇમ બોમ્બની જેમ છે. જેના કારણે નોકરી, હાઉસિંગ માર્કેટ પર સીધી અસર થઇ રહી છે. અન્ય કેટલાક દેશોમાં પણ ફર્ટિલીટી રેટ ઓછા છે. જેમાં અમેરિકા, ચીન, ડેનમાર્ક અન સિંગાપોરનો સમાવેશ થાય છે. અભ્યાસના તારણ ખુબ ચિંતાજનક રહ્યા છે.

Related posts

બેંકોની સ્થિતિ સુધારવા મોદી સરકારે કડક પગલા ભરવા રહ્યાં….

aapnugujarat

ખૂંખાર ખલનાયક : કે. એન. સિંઘ

aapnugujarat

ખેડૂતોની યોજનાઓના નામે કરોડોનો ધુમાડો છતા ખેડૂતોની સ્થિતી કફોડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1