Aapnu Gujarat
Uncategorized

બોપલ ઘુમા નગરપાલિકાના મહિલા કાઉન્સિલરો દ્વારા ગૌરીવ્રત રાખેલ દીકરીઓનું પુજન કરવામાં આવ્યું

બોપલ ઘુમા નગરપાલિકાના મહિલા કાઉન્સિલરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના બેટી બચાઓ બેટી પઢાઓ પ્રકલ્પ અંતર્ગત ગૌરી વ્રત રાખેલ દીકરીઓનું પુજન કરવામાં આવ્યું હતું. બોપલના આબાદનગર વિસ્તારમાં આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આયોજીત દીકરી પુજન કાર્યક્રમમાં ઉપસ્થિત દીકરીઓ તથા માતાઓને આજના આધુનિક યુગમાં દીકરીઓનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગૌરી વ્રત કરનારી દીકરીઓની પૂજા કરીને હાથમાં કમળ મહેંદી મૂકવામાં આવી તથા ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
ભારતીય જનતા પાર્ટીના બેટી બચાઓ બેટી પઢાઓ પ્રકલ્પ અંતર્ગત આયોજિત કાર્યક્રમ અંગે બોપલ ઘુમા નગરપાલીકાના મહિલા કાઉન્સિલરોએ જણાવ્યુ હતુ કે, આજના આધુનિક યુગમાં દીકરીઓ પણ પુરૂષ સમોવડી જ છે. દરેક ક્ષેત્રમાં આજે દીકરી હરણફાળ ભરી રહી છે ત્યારે બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવા માટે બોપલમાં ગૌરી વ્રત કરનારી દીકરીઓના પુજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને આજના આધુનિક યુગમાં દીકરીઓના મહત્વ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

રિપોર્ટર :- ન્યુઝ વિરમગામ

Related posts

રાજકોટ ખાતે રૂા. ૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ “સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ”ને લોકાર્પિત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

aapnugujarat

ડીસા તાલુકાનામાં મામલતદાર ઓફીસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ

editor

વેરાવળ.સિંચાઈ વિભાગની વિભાગીય કચેરી શરૂ કરવા મંત્રીને રજુઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1