Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પોસ્ટ વિભાગ પોસ્ટકાર્ડ, આંતરદેશીય તેમજ કવર કિંમતોના ભાવોમાં વધારો કરવા સજ્જ

મોબાઈલમાં જ તમામ સંબંધો કેદ થઈ જતાં પત્ર લખવાનું પ્રમાણ પહેલાંથી જ ઘટી ગયું છે. હવે તે મોંઘુ પણ બનવા જઈ રહ્યું છે. પોસ્ટ વિભાગે પોસ્ટકાર્ડ, આંતર્દેશીય અને કવરની કિંમત વધારવાની તૈયારીઓ કરી દીધી છે. આ આશ્રયનો પ્રસ્તાવ પીએમઓની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. મંજૂરી મળતાં જ પોસ્ટના નવા દર લાગુ થઈ જશે.જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો તરત જ ૨૫ પૈસાવાળું પોસ્ટકાર્ડ એક રૂપિયામાં, ૫૦ પૈસાવાળું મેઘદૂત પોસ્ટકાર્ડ બે રૂપિયામાં, ૬ રૂપિયાવાળું બિઝનેસ પોસ્ટ કાર્ડ સાત રૂપિયામાં, અઢી રૂપિયાવાળું આંતર્દેશીયપત્ર ચાર રૂપિયામાં અને પાંચ રૂપિયાવાળું કવર સાત રૂપિયામાં મળશે.પત્ર-પત્રિકાઓ માટે રજિસ્ટર્ડ પોસ્ટ ઓફિસમાં પણ સંશોધનનો પ્રસ્તાવ કરાયો છે. હજુ પ્રત્યેક ૫૦ ગ્રામ વજન માટે ૨૫ પૈસા ચાર્જ લેવામાં આવે છે, તેને વધારીને એક રૂપિયો કરવામાં આવશે. ફાયદાના બદલે નુકસાનની શંકાના કારણે પાર્સલ દરમાં વધારાના વિચારને હાલમાં દૂર રખાયો છે.
ગયા બજેટમાં તેની જોગવાઈ કરાઈ હતી. નવા દર લાગુ થવાથી પોસ્ટ વિભાગને લગભગ એક હજાર કરોડ રૂપિયાની વધારાની આવક પ્રાપ્ત થવાની આશા છે. સંચાર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ૧૬ વર્ષથી પોસ્ટની કિંમતમાં કોઈ પણ વધારો થયો નથી. આ પહેલાં ૨૦૦૧-૦૨માં રિસર્ચ કરાયું હતું ત્યારથી આ જ ભાવ લાગુ છે. જ્યારે આ દરમિયાન દરેક વસ્તુઓના ભાવ વધી ચૂક્યા છે. જે વસ્તુ પોસ્ટ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે તે બધું મોંઘું થઈ ગયું છે. પોસ્ટ વિભાગના ખર્ચ પણ અઢી ઘણા વધ્યા છે તેથી નુકસાન થઈ રહ્યું છે.ઇ-મેઇલ અને સોશિયલ મીડિયાના પ્રચાર-પ્રસારના કારણે સામાન્ય જનતાની વચ્ચે પોસ્ટનો ઉપયોગ ઘટી રહ્યો છે. ૨૦૦૧-૦૨માં વાર્ષિક ૧૪૨૪.૩૪ કરોડ પત્રોની આવનજાવન થતી હતી. ૨૦૧૦-૧૧માં આ આંકડો ૬૬૧.૮૨ કરોડ પર આવી ગયો. મનીઓર્ડરની સંખ્યા પણ ઘટી ગઈ. બીજી તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ એટલું જ છે. ૨૦૦૧માં દેશમાં દોઢ લાખ જેટલી પોસ્ટ ઓફિસ હતી, જે આજે પણ ઘટી નથી.

Related posts

તમામ ટ્રેનોમાં ક્વાલિટી ફુડ આપવાને ઉચ્ચ પ્રાથમિકતા

aapnugujarat

લોકસભા ચૂંટણી સુધી જેપી નડ્ડાને ભાજપના અધ્યક્ષ તરીકેે ચાલુ રખાય તેવી શક્યતા

aapnugujarat

AIMPLB decided to file review petition regarding SC verdict on Ayodhya case

aapnugujarat

Leave a Comment

UA-96247877-1