Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકારે કતલખાનાઓને આપી ૬૮ કરોડની સબસીડી

કેન્દ્રમાં નરેન્દ્ર ભાઈ મોદીની સરકારે છેલ્લા ૩ વર્ષમાં કતલખાનાઓને ૬૮ કરોડની સબસિડી આપી છે એક આરટીઆઈ અરજીના જવાબના આધારે આ ખુલાસો થયો છે. જનતાદળ યુનાઈટેડ (જેડીયુ)ના નેતા ઈકબાલ અંસારીએ આ અંગે અરજી કરતા તેના જવાબમાં સરકાર તરફથી જણાવાયુ છે કે, કતલખાનાઓની સ્થાપના અને નવિનીકરણ માટે સબસિડી આપવામાં આવે છે અરજીમાં એ પણ વિગત સામે આવી છે કે જે રાજ્યમાં ભાજપ અથવા તેના સહયોગી પક્ષોની સરકાર છે તે રાજ્યોના કતલખાનાઓને વધુ સબસિડી અપાઈ છે.
નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫માં આંધ્રપ્રદેશને ૪.૫ કરોડ, હિમાચલપ્રદેશને ૩ કરોડ, કર્ણાટકને ૧.૦૨ કરોડ, નાગાલેન્ડને ૧.૧૦ કરોડ, પંજાબને ૩૩ લાખ, સિક્કીમને ૧૯ લાખ અને તમિલનાડુને ૧૫ લાખની સબસિડી કતલખાનાઓ માટે આપવામાં આવી છે.
જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે આંધ્રપ્રદેશને ૬ કરોડ, કર્ણાટકને ૧૭ લાખ, પંજાબને ૭૯ લાખ, સિક્કીમને ૧.૩૩ કરોડ, નાગાલેન્ડને ૪.૮૨ કરોડ, ગોવાને ૧.૮૫ કરોડ, ઝારખંડને ૨.૫૯ કરોડ, કેરળને ૫.૮૬ કરોડ અને તેલંગાણાને ૨.૭૧ કરોડની સબસિડી આપવામાં આવી છે. જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન આંધ્રપ્રદેશને ૩ કરોડ, ગોવાને ૩.૭૦ કરોડ, ઝારખંડને ૩.૪૫ કરોડ, કેરળને ૪.૧૮ કરોડ, નાગાલેન્ડને ૮.૯૨ કરોડ, છત્તીસગઢને ૮૩ લાખ, હરીયાણાને ૮૯ લાખ અને મિઝોરમને ૩.૮૫ કરોડ રૂપિયા સબસિડી અપાઈ છે

Related posts

દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં મરણ પથારીએ

aapnugujarat

કોંગ્રેસે મુસ્લિમોને વાટકીઓ પકડાવી દીધી છે : ઓવૈસી

aapnugujarat

સિલિન્ડરની કિંમતમાં ૫.૯૧ રૂપિયાનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1