Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રાષ્ટ્રપતિ જો બાઈડને આપી એરસ્ટ્રાઈકને મંજુરી

અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ૨૦ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લેતા જ જો બાઈડને પહેલું સૈન્ય એક્શન હાથ ધર્યું છે. આજે સવારના સમયે જ અમેરિકન એરફોર્સે સીરિયામાં હુમલા કર્યા હતા. આ હુમલો સીરિયાના એ બે વિસ્તાર જે આતંકી હુથોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલાની સાથે જ જો બાઈડને દુનિયા આખીને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.
સિરિયાના જે બે વિસ્તારોમાં અમેરિકાએ હુમલા કર્યા તે ઈરાન સમર્થિત આતંકી જૂથોના કબજામાં છે. બે જ અઠવાડિયામાં બે વખત ઈરાકમાં અમેરિકન એરબેઝ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. જો કે હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે અમેરિકન એરસ્ટ્રાઈકમાં આતંકી જૂથોને કેટલું નુકસાન થયું છે. અમેરિકાના આ હુમલાથી દુનિયાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈરાકમાં અમેરિકી સૈન્ય મથકો પર થયેલા હુમલાનો બદલો લીધો છે. બાઈડેનના આદેશ બાદ જ ગુરુવારે સીરિયામાં ઈરાન સમર્થિત મિલિશિયા સમૂહ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતાં. પેન્ટાગને આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, આ મહિનાની શરૂઆતમાં ઈરાકમાં યુએસ આર્મીને નિશાન બનાવવામાં આવી હતી. જેના જવાબમાં મિલિશિયાના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે.
પેન્ટાગને જણાવ્યું કે હવાઈ હુમલા બોર્ડર કંટ્રોલ પોઈન્ટ પર ઈરાક સમર્થિક કાતબ હિજબુલ્લાહ અને કાતાબ સૈય્યદ અલ શુહાદાને ધ્યાનમાં રાખીને કરાયા હતા. પેન્ટાગનના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું હતું કે, આ હુમલા ઈરાકમાં અમેરિકા અને ગઠબંધન સેનાઓ પર કરાયેલા હુમલાનો જવાબ છે. તેમણે કહ્યું કે જો જરૂર પડી તો અમેરિકા આગળ પણ આ પ્રકારની કાર્યવાહીને અંજામ આપતું રહેશે.
બાઈડનને ટ્રમ્પની સરખામણીમાં સોફ્ટ પ્રેસિડેન્ટ કહેવામાં આવી રહ્યાં છે. પરંતુ તેમને પદ સંભાળ્યા પછી ઈરાન અંગે સખત વલણ બતાવ્યું છે. ઈરાને આતંકી જૂથોને બે સપ્તાહ દરમિયાન બે વખત ઈદલિબમાં અમેરિકન એરબેઝ પાસે હુમલા કર્યા હતા. એક વ્યક્તિનું મોત પણ થયું હતું. રિપોર્ટ પ્રમાણે, અમેરિકન હુમલો સ્પષ્ટ રીતે દુનિયાના એવા દેશોને એવો મેસેજ આપે છે કે, કોઈ પણ પ્રકારની આતંકી હરકતો ચલાવી લેવાશે નહીં. પેન્ટાગનના પ્રવક્તા માઈક કિર્બીએ કહ્યું કે, આ હુમલા રાષ્ટ્રપતિના ઓર્ડર પર કરાયા છે.
સીરિયામાં થયેલો આ હુમલો બાઈડેન પ્રશાસન દ્વારા કરાયેલી પહેલી સૈન્ય કાર્યવાહી છે. પેન્ટાગનના પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે, અમેરિકી કાર્યવાહી એક આનુપાતિક સૈન્ય પ્રતિક્રિયા હતી. જેને કૂટનીતિક ઉપાયો સાથે ગઠબંધન સહયોગીઓ સાથે વિચાર વિમર્શ બાદ કરાઈ હતી. જે ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યાં, તે અંગે અમને પૂરેપૂરી જાણકારી હતી. અમને ખબર હતી કે અમે કોને નિશાન બનાવ્યા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલા જ તણાવ છે. ઈરાન તેના પરમાણું હથિયાર પ્રોગ્રામ ઝડપથી વધારી રહ્યો છે. અમેરિકાના આ હુમલા પછી માનવામાં આવી રહ્યું છે કે બન્ને દેશો વચ્ચે તણાવ વધશે અને ઈરાનની આ ગેરસમજણ પણ દૂર થઈ જશે કે બાઈડન જૂની સમજૂતી લાગુ કરશે.

Related posts

ત્રાસવાદી અને કટ્ટરપંથીઓ વિશ્વ માટે ખતરારૂપ છે : શિયોલ શાંતિ પુરસ્કાર મેળવતી વેળા પાકિસ્તાન પર પ્રહાર

aapnugujarat

પાકિસ્તાનમાં હાફિજ સઇદને ૧૫ વર્ષની સજા

editor

फिलीपीन : ‘स्वाइन फीवर’ का कहर, 7000 सुअरों मारा गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1