Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઈરાનમાં હાર્ટએટેકથી મોતને ભેટેલી મહિલાના મૃતદેહને ફાંસી આપી

ઈરાનનો અમાનવીય અને ક્રુર ચહેરો ફરી એક વખત દુનિયા સમક્ષ ઉઘાડો પડ્યો છે. ઈરાનમાં જાહરા ઈસ્માઈલી નામની મહિલા અને તેના પતિ વચ્ચે ટકરાવ ચાલતો હતો.જાહરાને અને તેના બે બાળકોને તેનો પતિ રોજ મારઝૂડ કરતો હતો.આવા જ એક ઝઘડામાં મહિલાએ પતિની હત્યા કરી નાંખી હતી.
ઈરાનમાં કાયદા સખ્ત છે અને આ કેસમાં જાહરાને ફાંસીની સજા અપાઈ હતી.ઈરાનની સરકાર કોઈ પણ કિંમત પર મહિલાને ફાંસી આપવા માંગતી હતી.મહિલાના વકીલનુ કહેવુ છે કે, જાહરા પહેલા બીજા ૧૬ લોકોને ફાંસીએ ચઢાવવાના હતા અને તેના ડર અને તનાવ વચ્ચે જાહરાને ફાંસી અપાય તે પહેલા જ હાર્ટ એટેક આવી ગયો હતો અને તે મોતને ભેટી હતી.
વકીલનો આક્ષેપ છે કે, આમ છતા સરકારી તંત્રે તમામ માનવતા નેવુ મુકી દીધી હતી અને મૃત મહિલાના મૃતદેહના હાથ બાંધ્યા હતા અને તેને સ્ટૂલ પર ગોઠવ્યો હતો.મહિલાના ગળામાં ફાંસીનો ફંદો પણ નાંખવામાં આવ્યો હતો.
એ પછી મહિલાની સાસુએ ટેબલને લાત મારી હતી અને પહેલેથી જ મૃત જાહીરાની લાશ ફાંસીના ફંદા પર ઝુલવા માંડી હતી.

Related posts

Coronavirus: Death in Us’s Washington rises to 6

aapnugujarat

ચીને સ્વદેશી યુદ્ધ જહાજ સમુદ્રમાં ઉતાર્યું, મરિન પાવરમાં થશે વધારો

aapnugujarat

ट्रंप ने पाक. को १६२४ करोड़ की सैन्य सहायता पर रोक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1