Aapnu Gujarat
ગુજરાત

ગોધરામાં સીએમ વિજયભાઈ રૂપાણીની જાહેરસભા

પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂટણીઓનો પ્રચાર અંતિમ ચરણમાં છે.મહાનગર પાલિકાની ચુટણીમાં જીત મેળવ્યા પછી પાલિકા અને પંચાયતની ચુટણીમાં વિજય મેળવવા હવે ભાજપે કમર કસી છે.પંચમહાલની એક જીલ્લા પંચાયત,સાત તાલુકા પંચાયંત અને બે નગરપાલિકાની ચુટણી યોજાવાની છે.ગોધરા ખાતે સીએમ વિજયભાઈ રૂપાણીએ જાહેરસભાનુ સંબોધન કર્યુ હતુ. સીએમ હેલિપેડથી સીધા લાલબાગ મેદાન ટેકરી ખાતેના સભાસ્થળ ખાતે પહોચ્યા હતા.જ્યા સૌ ઉપસ્થિત ભાજપાના અગ્રણીઓએ તેમનુ સ્વાગત કર્યુ હતુ,

સીએમ વિજયભાઈ રૂપાણીએ સભાને સંબોધન કરતા જણાવ્યુ કે મહાનગર પાલિકાના પરિણામો આવ્યા. કોંગ્રેસને ખબર હતી કે તેમની હાર થવાની છે.પરિણામોએ બતાવી દીધુ કે કોંગ્રેસ સત્તા માટે,વિરોધ પક્ષ માટે લાયક નથી. ૨૮ તારીખનુ મતદાન કોંગ્રેસ મુકત મતદાન હશે,કોંગ્રેસના સફાયા માટેનુ મતદાન હશે. કોંગ્રેસે કોરોનાકાળમા સેવાની તક ગુમાવી છે.પ્રજાની માનવતા જોવાને બદલે રાજકારણ જોવા નીકળ્યા હતા.

કાર્યક્રમમા સાસંદ રતનસિંહ રાઠોડ,ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી,શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ,કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ,પ્રભારી પ્રધ્યુમનસિંહ જાડેજા,મોરવા હડફના પુર્વ ધારાસભ્ય નિમીષાબેન સુથાર,સહિત ચુટણીમા ઉભા રહેલા ઉમેદવારો,તેમજ ભાજપા કાર્યકરો,ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પિરાણા ડમ્પીંગ સાઇટ કેપીંગ પ્રોજેકટ હાથ ધરવાનો નિર્ણય

aapnugujarat

बीजेपी का मास्टर स्ट्रोक नहीं झेल पाएगी कांग्रेस

aapnugujarat

કડી તાલુકાનાં માથાસુર ગામની પ્રાથમિક-હાયર સેકન્ડરી સ્કૂલનાં તેજસ્વી તારલાઓનું સન્માન કરતાં ‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્મા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1