Aapnu Gujarat
ગુજરાત

ઉપલેટામાં પેટ્રોલ – ડીઝલ અને રાંધણગેસમાં થયેલો ભાવવધારો પાછો ખેંચવા મામલતદારને અપાયું આવેદનપત્ર

ઉપલેટા થી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે,રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સામ્યવાદી પક્ષ દ્વારા હાલમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસમાં જે ભાવ વધારો થયેલો છે. એ ભાવવધારો પાછો ખેંચવા સરકારને મામલતદાર દ્વારા આવેદનપત્ર આપી પેટ્રોલ-ડીઝલમાં કેટલાક સમયથી રોજ ભાવ વધતો જાય છે જે મોંઘવારી ફેલાઈ રહ્યા છે. ખાસ કરીને કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર પણ ઠ્પ્પ છે ત્યારે પેટ્રોલ-ડીઝલમાં ભાવમાં વધારો કરવાથી ,આમ જનતા પર વધુ આર્થિક ભાર વધી રહ્યો છે. રાંધણગેસ પણ ભાવ વધારાથી બાકાત નથી. ધીમે ધીમે સરકારે તેની સબસીડી સંપૂર્ણ બંધ કરી દીધી છે. તાજેતરમાં આ રાંધણ ગેસ ઉપર બે વખત ભાવ વધારો આવ્યો છે તેથી ગૃહણીઓ પણ ખૂબ જ નારાજ છે. ટૂંકા બજેટમાં મહિલાઓને ઘર ચલાવવાનું હોય છે તેથી રાંધણ ગેસનો ભાવવધારો યોગ્ય નથી. એવા સમયમાં વધી રહ્યા છે કે મૂડીવાદીઓને પાર્ટી રાહતનો 12 ગરીબ મધ્યમ વર્ગ ઉપર નાખવાની નીતિ બદલવી પડશે. ગરીબ-મધ્યમ વર્ગને રાહત આપવા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસમાં ભાવવધારો પાછો ખેંચવાની માગણી મહિલા સામ્યવાદી પક્ષ કરે છે. આ અનુસંધાને આજરોજ ઉપલેટા મામલતદારશ્રીને સામ્યવાદી પક્ષ માર્કસવાદી પક્ષના આગેવાનો અને ઉપલેટા ગરીબ અને મધ્યમ વર્ગની જનતા દ્વારા વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ૮૦૫૧ કરોડ રૂપિયાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટિમાં મંજૂર

aapnugujarat

એલજી હોસ્પિટલે દર્દીને બેસાડી રાખ્યો, અંતે રેલવે કર્મચારીનું નિધન

aapnugujarat

ચાર રસ્તા, બ્રીજ પર પાર્કિંગ કરવું ખતરા સમાન છે : ગુજરાત હાઈકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1