Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગુજરાતમાં મોદી બ્રાન્ડ પર ભાજપ ચૂંટણી લડવા તૈયાર

ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા આક્રમક તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મોદી બ્રાન્ડના ભરોસે ચૂંટણી લડવા માટે ભાજપ તૈયાર છે. પાર્ટીના સિનિયર નેતાઓના કહેવા મુજબ આ બ્રાન્ડ પર જાતિ અને વર્ગના કોઇ નિયંત્રણ લાગુ થતા નથી. મોદી બ્રાન્ડ ભાજપના મંત્ર તરીકે રહેશે. આ મંત્રને પ્રોત્સાહન આપવા માટે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સંપૂર્ણપણે તૈયાર થઇ ગયા છે. શાહ ગુજરાતમાં કેટલાક દોરની બેઠક પણ કરી ચુક્યા છે. ચૂંટણી પ્રચારમાં સંગઠનને ઉતારી દેવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. અમિત શાહ નવમી જુલાઇના દિવસથી અમદાવાદમાં બીજા ત્રણ દિવસ ગાળી શકે છે. આ ગાળા દરમિયાન તેઓ સૌથી શ્રેષ્ઠ ઉમેદવારો અંગે નિર્ણય કરી શકે છે. જમીની સ્તર પર વ્યાપક નેટવર્ક માટે તેઓ રણનિતીને આખરી ઓપ આપશે. પાર્ટીની છેલ્લી બેઠકમાં શાહે મધ્ય ગુજરાતના આઠ જિલ્લાના કાર્યકરોને દરેક વોટર સુધી પહોંચીજવા સંદેશો પહોંચાડી દેવાની અપીલ કરી હતી. પાર્ટી માટે મત આપવા દરેક મતદારને તૈયાર કરવા માટે સુચના આપવામાં આવી હતી. શાહે પાર્ટીના કાર્યકરોને યાદ અપાવતા કહ્યુ હતુ કે ૧૫૦ સીટ જીતવાની તૈયારી કરવાની છે. ભાજપના એક વરિષ્ઠ નેતાના નામનો ઉલ્લેખ કર્યા વગર કહેવામાં આવ્યુ છે કે ગુજરાતમાં ૧૫૦ સીટ જીતવા માટેની યોજના પરકામ ચાલી રહ્યુ છે. ભાજપના એક સિનિયર નેતાએ કહ્યુ છે કે ચૂંટણી સંપૂર્ણ પણે મોદીના બ્રાન્ડ વેલ્યુ પર લડવામાં આવનાર છે. વિદેશમાં જે રીતે ભારતની ઇમેજ બદલાઇ છે તે આધાર પર ચૂંટણી લડવામાં આવનાર છે. છેલ્લા ૧૫ વર્ષમાં પ્રથમ વખત મોદી મુખ્યપ્રધાન ન રહેતા ગુજરાતમાં ચૂંટણી યોજાઇ રહી છે. જિલ્લા પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસને ૩૧ પૈકી ૨૩ બેઠકો મળી ગઇ છે.

Related posts

देश में 24 घंटे में मिले कोरोना के 48,000 अधिक नए केस

editor

ભારતને ઓક્ટો. -ડિસે.માં એસ-૪૦૦ મિસાઈલનો પહેલો જથ્થો મળશે

editor

અમિતાભ બચ્ચન મારાં કરતાં પણ મોટા વ્યક્તિ : નેતન્યાહૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1