Aapnu Gujarat
ગુજરાત

સરકારે રાજ્યના નગરો-મહાનગરોના વિકાસ માટે રૂ.૧૫૭૭૪ કરોડની ફાળવણી કરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે. ચૂંટણીની આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં જ મહાનગરો તથા નગરોમાં સ્થાનિક કામો પૂર્ણ કરવાની કવાયત હાથ ધરાઈ છે. ત્યારે રાજ્ય સરકારે વિવિધ ચૂંટણીલક્ષી કામોની જાહેરાત કરવા માંડી છે. આજે મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાને પણ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તહેત ૧ કરોડ ૧૧ લાખ રૂપિયા આ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટકમાં સી.સી.રોડ, પીવાના પાણીની લાઇન તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેઇન, વટર લાઇન જેવા ૧૦ કામો માટે ફાળવવામાં આવ્યા છે. ધોળકા નગરના સાડા છસો પરિવારોને આ વિકાસકામોનો લાભ પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી રૂપાણીએ સમગ્ર ગુજરાતના શહેરો-નગરોને પ્રાણવાન તેમજ આધુનિક સુવિધા સાથે માળખાકીય પાયાની સવલતોથી સજ્જ કરવા સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી છેલ્લા ચાર વર્ષમાં એટલે કે ૨૦૧૬-૧૭થી ડિસેમ્બર-૨૦૨૦ સુધીમાં રૂ. ૧૫ હજાર ૭૮૩.૭૩ કરોડ રૂપિયા ફાળવેલ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે સડક યોજના અન્વયે રૂ. પ કરોડ ફાળવ્યા છે. આ રકમ પૈકી રૂ. ૧ કરોડ કોબા-ઇન્દીરાબ્રીજ રસ્તેથી ભાટ ગામ સુધીના રોડના મજબૂતીકરણ માટે ફાળવાશે. એટલું જ નહિ, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના સમાવિષ્ટ ઔડા વિસ્તારની નગર રચના યોજનાના ૧૩ જેટલા વિસ્તારોમાં રસ્તાઓ બનાવવા રૂ. ૪ કરોડની મંજૂરી આપી છે. મહેસાણા નગરપાલિકાને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટક અન્વયે સી.સી.રોડ, પેવર બ્લોક તેમજ પીવાના પાણીની પાઇપલાઇન નાંખવાના ૯૪ કામો માટે રૂ. ૫ કરોડ ૪૪ લાખની રકમ તેમજ ઉત્તર ગુજરાતની વડનગર નગરપાલિકાને પણ રૂ. ૩ કરોડ ૪૬ લાખની રકમ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરી છે. આ રકમનો ઉપયોગ વડનગર શહેરથી ૩-૪ કિલોમીટર દૂર આવેલા પરા વિસ્તારો, દરબારગઢ વિસ્તાર અને વડનગરના અન્ય વિસ્તારોના નગરજનોને દૈનિક ધોરણે પાણી પુરૂં પાડવા તથા પરા વિસ્તારને જોડતી ઁફઝ્ર લાઇન્સના સ્થાને ડ્ઢ૧ લાઇન નાંખીને પાણીનો વ્યય તેમજ લીકેજની સમસ્યા અટકાવવા માટે કરાશે.

Related posts

વિજ કંપનીઓના કર્મીઓનો પગાર તફાવત રકમ ચુકવવા નિર્ણય

aapnugujarat

દેશભરમાં સૌથી ઓછો બેરોજગારી દર ગુજરાતમાં : CM VIJAY RUPANI

editor

दक्षिण गुजरात में राहुल का तीसरा चरण अब दीपावली बाद  

aapnugujarat

Leave a Comment

UA-96247877-1