Aapnu Gujarat
Uncategorized

દીવ નગરપાલિકાની ૧૩ બેઠકો પૈકીની ૧૦ પર કોંગ્રેસનો વિજય

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાને અડીને આવેલા રમણીય અને પ્રવાસન સ્થળ દીવમાં જાહેર થયેલા નગર પાલિકાની ચૂંટણીના પરિણામમાં કુલ ૧૩ બેઠકો પૈકી ૧૦ પર કોંગ્રેસે જીત મેળવી છે જ્યારે ભાજપના ફાળે ૩ બેઠકો આવી છે. ૧૩ વોર્ડ ધરાવતી દીવ નગર પાલિકાની ચૂંટણી માં ભાજપ – કોંગ્રેસ સહિત કુલ ૪૦ ઉમેદવારો મેદાને હતા.દીવ નગર પાલિકાનું ૧ જુલાઇ ના રોજ મતદાન યોજાયું હતું. જોરદાર વરસાદ વચ્ચે પણ દીવવાસીઓ એ ખોબે ખોબે મતદાન કર્યું હતું. ૭૨ ટકા જેટલું મતદાન થયું હતું.
સોમવારે વહેલી સવારથી દીવ પાલિકા ચૂંટણીની મતગણતરી સ્પોટ્‌ર્સ ગ્રાઉન્ડ ખાતે હાથ ધરવામાં હતી. જેમાં જાહેર થયેલા પરિણામ મુજબ કોંગ્રેસનો જ્વલંત વિજય થયો હતો. જ્યારે ભાજપને માત્ર ત્રણ જ બેઠકો મળી હતી.પરિણામ જાહેર થયા બાદ દીવ કોંગ્રેસમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
ફટાકડા તેમજ ઢોલ-નગારા વગાડી કોંગ્રેસે વિજયની ઉજવણી કરી હતી. જ્યારે ભાજપે કોંગ્રેસ પર મશીનમાં ગોટાળા કર્યા હોવાનો આરોપ મૂક્યો હતો.ઉલ્લેખનિય છે કે દીવ નગર પાલિકા માં કુલ ૧૩ વોર્ડ છે જેમાં દીવ શહેરમાં ૬ અને ઘોઘલા વિસ્તારના ૭ વોર્ડ નો સમાવેશ થાય છે. ઘોઘલા વિસ્તારના ૭ વોર્ડમાં કોંગ્રેસ વિજયી થઈ છે. જ્યારે દીવ શહેરના ૬ વોર્ડમાં કોંગ્રેસે ત્રણ અને ભાજપે ત્રણ બેઠકો પર વિજય મેળવ્યો છે.દીવ ભાજપના વિજેતા ઉમેદવાર અને મહિલા મોરચા પ્રમુખ આરતી બેને મીડિયા સાથે વાત કરતા ગંભીર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે લોકોને ગુમરાહ કર્યા છે એટલું જ નહીં ઈવીએમ મશીનમાં ગોટાળા કર્યા છે.
ભાજપની હાર પાછળના અન્ય કારણો ગણાવતા કહ્યું કે દીવમાં નેશનલ હાઇવે પર થયેલી દારૂબંધીના કારણે ભાજપને ફટકો પડ્યો છે. દીવ કોંગ્રેસે ભાજપે કરેલા આરોપોને વાહિયાત અને પાયાવિહોણા ગણાવ્યા છે.દીવ કોંગ્રેસનો વિજય થતા દીવમાં હાલ જશ્ન નો માહોલ છે દીવ દમણમાં કોંગ્રેસની જીતને લઇ કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો પાર રહ્યો નહોતો. ઢોલ નગારાના તાલે કોંગી કાર્યકરો ઝુમી ઉઠ્યાં હતા.

Related posts

विरोध प्रदर्शनों के दौरान हिंसा से लोकतंत्र कमजोर होता है : राष्ट्रपति

aapnugujarat

मैं अपने शरीर को पहले से कहीं ज्यादा इज्जत करती हूं: इलियाना

aapnugujarat

સુરેન્દ્રનગરના લીંબડી રાણપુર રોડ પર અકસ્માતમાં 2ના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત

editor

Leave a Comment

UA-96247877-1