Aapnu Gujarat
બિઝનેસ

પંજાબ નેશનલ બેંકે મેસ્ટ્રો ડેબિટ કાર્ડ બંધ કરવાની જાહેરાત કરી

હાલમાં પંજાબ નેશનલ બેંકે પોતાનું મેસ્ટ્રો ડેબિટ કાર્ડ બંધ કરવાની જાહેરાત કરી છે. હવે આ કાર્ડને બદલે ઇએમવી ચીપ આધારિત નવી કાર્ડ સેવા પુરી પાડવામાં આવશે.
બેંકે જાહેરાત કરી છે કે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો જૂના કાર્ડ બદલાવતા નથી તો આ મહિનાના અંતમાં તેના કાર્ડ બંધ કરી દેવામાં આવશે.
બેંકે માહિતી આપી છે કે ડેબિટ કાર્ડ બદલવા માટેનો કોઇ ચાર્જ લાગશે નહી અને તમામ કાર્ડ ફ્રી રહેશે.
બેંકે પોતાના ગ્રાહકોને મોકલેલી સૂચનામાં જણાવ્યું હતું કે, જો તમારી પાસે મેસ્ટ્રો ડેબિટ કાર્ડ હોય તો તેને મફતમાં બેંકની કોઇ પણ શાખામાં જઇને ઇએમવી ચિપ આધારિત નવા ડેબિટ કાર્ડમાં બદલાવી શકો છો.
બેંકના કહેવા પ્રમાણે, ૩૧, જુલાઇ ૨૦૧૭થી પીએનબી દ્ધારા જાહેર કરાયેલા તમામ મેસ્ટ્રો ડેબિટ કાર્ડને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવશે. બેંકના દાવા પ્રમાણે જૂના મેસ્ટ્રો ડેબિટ કાર્ડધારકોની સંખ્યા લગભગ એક લાખ ગ્રાહકો છે. બેંકે ગ્રાહકોને મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું છે.

Related posts

एक्सिस बैंक के 15 हजार कर्मचारियों ने छोड़ी नौकरी

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૧૩,૭૯૯ કરોડ ઘટી

aapnugujarat

નાણાંકીય ખાદ્ય ત્રણ ટકા રહેવાનો અંદાજ છે : સર્વે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1