Aapnu Gujarat
ગુજરાત

તા. ૮ મી જુલાઇએ નેશનલ “લોક-અદાલત”ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ “લોક-અદાલતો”નું આયોજન

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશ અને માર્ગદર્શન અનુસાર આગામી તા. ૮ મી જુલાઇ, ૨૦૧૭ ને શનિવારના રોજ ગુજરાત રાજ્યની તમામ અદાલતોમાં યોજાનારી રાષ્ટ્રીય “લોક-અદાલત” ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ આ દિવસે સવારે ૧૦=૩૦ કલાકે રાજપીપલા મુખ્ય મથકે જિલ્લા ન્યાયાલય ખાતે તેમજ જિલ્લાના તિલકવાડા, ડેડીયાપાડા અને સાગબારા તાલુકા ખાતેના તાલુકા ન્યાયાલયો ખાતે પણ આ દિવસે સવારે ૧૦=૩૦ કલાકે “રાષ્ટ્રીય લોક અદાલત” નું આયોજન હાથ ધરાયું છે. આ “રાષ્ટ્રીય લોક અદાલત” માં કૌટુંબિક વિવાદ, મોટર અકસ્માત વળતર, નિગોશીયેબલ ઇન્સ્ટ્રમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદો, ભરણ-પોષણ, શ્રમિકો, મકાન માલિકો /ભાડુઆત વચ્ચેના વિવાદો, મનાઇ હુકમ, વિશિષ્ટ દાદ માંગતી બાબતો, રકમની વસુલાત તેમજ ફોજદારી સમાધાન લાયક વગેરે જેવા કેસો મુકી શકાય છે. જેનો સંબંધકર્તા પક્ષકારોને બહોળી સંખ્યામાં લાભ લેવા તાલુકા લીગલ સર્વિસ કમીટીના ચેરમેનશ્રી, રાજપીપલા, જિ. નર્મદા તરફથી જણાવાયું છે.

Related posts

દેશમાં કેમિકલ એટેકની શંકાના ઇનપુટ મળતાં વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું

aapnugujarat

તાપી શુદ્ધીકરણના સંદેશ માટે નદી તટેથી પ્લાસ્ટિકની ૪,૦૦૦ બોટલ વીણી તરાપો બનાવ્યો

aapnugujarat

કડીમાં પીઝા શોપમાં આગ ભભુકી ઉઠી

editor

Leave a Comment

UA-96247877-1