Aapnu Gujarat
શિક્ષણ

શિક્ષણ ઉપર ખર્ચ મામલે ભારત ખુબ પાછળ છે : સર્વે

શિક્ષણના ખર્ચના મામલામાં ભારત અન્ય દેશોથી ખુબ પાછળ રહી ગયું છે. ભારતમાં વાલીઓ પોતાના બાળકના શિક્ષણ ઉપર પ્રાયમરીથી લઇને ગ્રેજ્યુએશન ડિગ્રી સુધી સરેરાશ ૧૮૯૦૯ ડોલર અથવા તો આશરે ૧૨.૨૨ લાખ રૂપિયા ખર્ચ કરે છે. આ આંકડો વૈશ્વિક સ્તર પર સરેરાશ ખર્ચ ૪૪૨૨૧ ડોલર અથવા તો ૨૮.૪૦ લાખની સરખામણીમાં ખુબ ઓછો છે. આમા બાળકની શિક્ષણમાં સંપૂર્ણ ખર્ચનો સમાવેશ થાય છે. એચએસબીસીના એક નવા અભ્યાસમાં આ અંગેનો આંકડો સપાટી ઉપર આવ્યો છે. ૧૫ દેશોથી જોડાયેલા આ સર્વેમાં ભારતનું સ્થાન ૧૩મું છે. તેની પાછળ માત્ર ઇજિપ્ત અને ફ્રાંસ છે. વેલ્યૂ ઓફ એજ્યુકેશન રિપોર્ટમાં કહેવામાંઆવ્યું છે કે, ૧૫ દેશોના ૮૪૮૧ વાલીઓને આવરી લઇને અભ્યાસના તારણો જારી કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ફ્રાંસ, હોંગકોંગ, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા, મેક્સિકો, સિંગાપોર અને અમેરિકાને સામેલ કરવામાં આવ્યા હતા. ૮૯ ટકા વાલીઓ બાળકોના શિક્ષણના વર્તમાન દોરમાં ફંડ ઉપલબ્ધ કરાવે છે જ્યારે ૯૪ ટકા વાલીઓ પોતાના બાળકોને પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણને લઇને ખર્ચ કરી રહ્યા છે. ૭૯ ટકા વાલીઓ બાળકોના ફંડિંગને પણ ઇરાદો ધરાવે છે. ૮૭ ટકા અભિભાવકો માને છે કે, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હાસલ કરવાની બાબત તેમના બાળકો માટે ખુબ મહત્વપૂર્ણ છે. ફંડિંગ ક્યાથી આવશે તે સંદર્ભમાં પણ પ્રશ્નો પુછવામાં આવશે. ૩૦ ટકા લોકો બચત અથવા તો મૂડીરોકાણ મારફતે આ નાણા એકત્રિત કરે છે. જ્યારે ૪૮ ટકા લોકો ઇન્સ્યોરન્સમાંથી પણ નાણા ભેગા કરે છે.
શિક્ષણને લઇને ચિત્ર જટિલ બનેલુ છે ત્યારે આ આંકડા ચિંતા ઉપજાવે તેવા છે. વિશ્વના દેશો ભારત કરતા આગળ રહ્યા છે. શિક્ષણ ઉપર ખર્ચ વધારવામાં આવે તે ખુબ જ જરૂરી છે.

Related posts

સીએના ૫૨૯ સ્ટુડન્ટસને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી

aapnugujarat

IIT ન્યુ ઈન્ડિયાના આધાર સ્તંભ તરીકે : મોદી

aapnugujarat

૩૧ જુલાઇ સુધી ધો.૧૨નું પરિણામ જાહેર કરો : સુપ્રીમનો તમામ રાજ્યના બોર્ડને આદેશ

editor

Leave a Comment

UA-96247877-1