Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતમાં ત્રાસવાદી હુમલા કરાવ્યા : સૈયદ સલાઉદ્દીન

અમેરિકા દ્વારા હાલમાં જ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવામાં આવેલા સઇદ સલાઉદ્દીને જાહેરમાં કબૂલાત કરી છે કે, ભારતમાં ત્રાસવાદી હુમલા કરાવવામાં તેનો હાથ રહેલો છે. વધુ હુમલા કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. સલાઉદ્દીનના આ દાવાથી સાબિતી મળી ગઈ છે કે, પાકિસ્તાનની જમીન ઉપરથી ત્રાસવાદી સંગઠનો સક્રિય થયેલા છે અને ભારતમાં આતંક મચાવી રહ્યા છે. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં સલાઉદ્દીને કહ્યું છે કે, અમારુ મુખ્ય ધ્યાન કબજાવાળા ભારતના સુરક્ષા દળો ઉપર છે. હજુ સુધી અમે જેટલા પણ ઓપરેશનને અંજામ આપ્યા છે અથવા આપવામાં આવનાર છે તેમાં મુખ્ય ધ્યાન સુરક્ષા દળો ઉપર કેન્દ્રિત રાખવામાં આવશે. કાશ્મીરના પોતાના ઘર તરીકે ગણાવીને તેણે કહ્યું છે કે, ખીણમાં બુરહાન વાનીના મોત બાદ બળવો થઇ રહ્યો છે. ભારતમાં તેના અનેક સમર્થક છે. હિઝબુલના વડાએ કબૂલાત કરી છે કે, તે આંતરરાષ્ટ્રીય બજારમાં હથિયારો ખરીદે છે. તેણે કહ્યું હતું કે જો પૈસા આપવામાં આવે તો કોઇપણ જગ્યાએથી હથિયારોને પહોંચાડી શકે છે. સલાઉદ્દીને પોતાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તે ભારતમાં કોઇપણ જગ્યાએ હુમલા કરવા માટે સક્ષમ છે. છેલ્લા થોડાક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પહેલા સલાઉદ્દીનને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
સુરક્ષા નિષ્ણાતોએ પાકિસ્તાનને અમેરિકાના એક તમાચા તરીકે આને ગણાવીને ટિકા કરી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સલાઉદ્દીને કહ્યું હતું કે, તે કાશ્મીર સમસ્યાના કોઇપણ શાંતિપૂર્ણ સમાધાન માટેના પ્રયાસોને રોકી દેશે. કાશ્મીરમાં આત્મઘાતી હુમલાખોરોને ટ્રેનિંગની ધમકી પણ આપી હતી. કાશ્મીર ખીણને સુરક્ષા દળોના કબ્રસ્તાન બનાવી દેવાની વાત કરી હતી.

Related posts

चीन में नशा तस्करी मामले में 5 दोषियों को मौत की सजा, 3 को उम्रकैद

aapnugujarat

ભારતીય કાર્યવાહીથી ગભરાયું પાકિસ્તાન, આર્મી કેમ્પ શિફ્ટ કર્યો

aapnugujarat

અમેરિકા ચૂંટણી : કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બને તેવી સંભાવના

editor

Leave a Comment

UA-96247877-1