Aapnu Gujarat
બિઝનેસ

ફેક્ટરીઓનું ઇન્સ્પેકશન હવે ઓનલાઈન થશે

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા મળેલી કેબિનેટ બેઠકમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવતા ફેક્ટરીના ઇન્સ્પેક્શનની કામગીરી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બનાવવામાં આવેલી મોબાઈલ એપ્લીકેશનથી હવે સમગ્ર રાજ્યમાં તમામ ફેક્ટરીઓનું પેપર લેસ ઇન્સ્પેક્શન કરવામાં આવશે. આ પેપરલેસ ઇન્સ્પેક્શન કરનાર ગુજરાત રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય બનશે.
જે અધિકારીઓ ફેક્ટરીનું ઇન્સ્પેક્શન કરવા જશે, ત્યારે તેવા મોબાઈલની અંદર એપ્લિકેશન મારા તરફથી ફેક્ટરીનું તમામ ડેટા તૈયાર કરશે અને ઓનલાઈન ઇન્સ્પેકશન કર્યા બાદ મુખ્ય કચેરીમાંથી ગણતરીની મિનિટોમાં ઇન્સ્પેક્શન રિપોર્ટ પણ તૈયાર કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જ્યારે અધિકારીઓ ઇસ્પેકશનમાં જો કોઈ ફેક્ટરીની મુલાકાત લીધા વિના જ ઇન્સ્પેકશન રિપોર્ટ આપશે તો પણ ગેરરીતિ ઝડપાઈ જશે. કારણ કે, રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નવી મોબાઇલ એપ્લિકેશનમાં લોકેશન અને જીઓટેગીગ કરવામાં આવ્યું છે.
કોરોનાની મહામારી દરમિયાન સમગ્ર દેશમાં લોકડાઉન લાગી દેવામાં આવ્યું હતું, ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં લોકડાઉન લાગે તે પહેલાં જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મોબાઇલ એપ્લિકેશનનું લોકાર્પણ કર્યું હતું.

Related posts

Sensex gained by 637 pts to close at 37.327, Nifty ends by 177 points to settle at 11,032

aapnugujarat

જીએસટી વસુલાત આંકડો ૧ લાખ કરોડ પહોચ્યોં

aapnugujarat

रियल एस्टेट क्षेत्र के लिए सुधारों

aapnugujarat

Leave a Comment

UA-96247877-1