Aapnu Gujarat
મનોરંજન

રશ્મિકા મંદાના બોલિવૂડમાં એન્ટ્રી કરશે

૨૦૨૦માં ‘નેશનલ ક્રશ’ અને દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટા નામ તરીકે નામના પામેલી અભિનેત્રી રશ્મિકા મંદાના હવે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. રશ્મિકા સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘મિશન મજનુ’થી બોલિવૂડમાં પ્રવેશવા જઇ રહી છે. આ ફિલ્મનો પહેલો લૂક સામે આવ્યો છે, જેમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળી રહ્યો છે. તો એડફિલ્મ નિર્માતા શાંતનુ બાગચી, જેમણે ઘણા પુરસ્કારો જીત્યા છે, આ ફિલ્મથી ફિલ્મ નિર્દેશનમાં પદાર્પણ કરવા જઇ રહ્યા છે.
‘મિશન મજનુ’ ૧૯૭૦ના દાયકાની વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ફિલ્મ છે, જે ભારતના પાકિસ્તાન પર કરવામાં આવેલા સૌથી બહાદુર મિશનની વાર્તા છે. આ મિશન પછી ભારત-પાક સંબંધો કાયમ માટે બદલાયા હતા. ફિલ્મમાં સિદ્ધાર્થ એક રોના એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. તો કન્નડ ફિલ્મ ઉદ્યોગનું મોટું નામ રશ્મિકા મંદાના આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.
આને લઇને રશ્મિકાએ કહ્યું કે, “મને દરેક ભાષાના લોકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે અને આ માટે હું તેમની ખૂબ આભારી છું. એક એક્ટર તરીકે હું હંમેશાં ફિલ્મની વાર્તા સાથે કનેક્ટ ફીલ કર્યા પછી જ કામ કરું છું અને ફિલ્મની ભાષા મારા માટે ક્યારેય અવરોધ બની નથી. મને ખુશી છે કે આ ફિલ્મ આવી સુંદરતા સાથે લખાઈ છે અને હું તેનો ભાગ છું.’

Related posts

શ્રીદેવીના ઓટોસ્પી રિપોર્ટમાં પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ

aapnugujarat

બિનપરંપરાગત ફિલ્મો સદા સુરક્ષિત રાખે છે : આયુષમાન

aapnugujarat

ઝલક દિખલા જા માધુરી જજ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1