Aapnu Gujarat
ગુજરાત

ભાજપ વિસનગર, વિજાપુર, મહેસાણા મંડલની બેઠક યોજાઈ

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જીલ્લા પ્રમુખ જશુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મહેસાણા જીલ્લાના વિસનગર વિજાપુર તથા મહેસાણા મંડળના જવાબદાર હોદ્દેદારો પદાધિકારીઓ સાથે ચૂંટણીલક્ષી બૃહદ સમીક્ષા બેઠક યોજાઇ. આ બેઠકમાં ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ કે.સી.પટેલ (પ્રદેશ મહામંત્રી, ભાજપ) તેમજ માન.રાજ્ય મંત્રીશ્રી વિભાવરીબેન દવે વિષેશ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિસનગરના ધારાસભ્ય અને એપીએમસીના ચેરમેન શ્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, જીલ્લા મહામંત્રીશ્રીઓ શૈલેષભાઈ પટેલ, ડો.જે.એફ.ચૌધરી તથા ભગાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકની શરૂઆતમાં વંદેમાતરમ્‌નું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જીલ્લા પ્રમુખ જશુભાઈ પટેલે સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ સૌ પદાધિકારીઓનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચૂંટણી ઇન્ચાર્જશ્રી અને રાજ્ય મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ પોતાના પ્રવચનમાં સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો તેમજ વિવિધ સરકારી યોજનાઓને પ્રજા સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. ઇન્ચાર્જશ્રી કે.સી.પટેલે ચૂંટણી જીતવા માટે મજબૂત સંગઠનોની ભૂમિકા સમજાવી સૌ હોદ્દેદારોને ચૂંટણીમાં વિવિધ જવાબદારીઓ નિભાવવાની હાકલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિસનગર નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર રાજુભાઈ ગાંધી પોતાની સાથે ૧૨૦ જેટલા યુવા કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા જેમનું ભાજપના ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

મહી નદી બંન્ને કાંઠે વહેતી જોવા મળી

editor

धवलसिंह की हालत न घर के न घाट के : अल्पेश की हालत बदतर

aapnugujarat

મોબાઈલ ચોર મહિલાને લોકોએ કેવો પાઠ ભણાવ્યો જુઓ ગુજરાતમાંથી ઘણીવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ મોખરે જણાય છે.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1