Aapnu Gujarat
શિક્ષણ

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થી નિરવ સેજને બાલશ્રી સન્માન રાષ્ટ્રીય એવોર્ડ એનાયત

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી નિરવ અરવિંદભાઈ સેજુને પાર્થ એકટીવીટી બાલ ભવન દ્વારા ચાલતી પ્રવૃત્તિ અંતર્ગત ૧૪ થી ૧૬ વર્ષની ઉંમરના વિભાગમાં બાલશ્રી સન્માન રાષ્ટ્રીય એવોર્ડ ૨૦૧૫ ક્રિએટીવ સાયન્ટીફીક ઇનોવેશન એનાયત થયો છે. વર્ષ ૨૦૧૫માં સંસ્થાના પ્રાથમિક વિભાગમાં કાર્યરત શિક્ષકા શ્રી ભાવનાબેન મજીઠીયાના માર્ગદર્શન નીચે નિરવે દિલ્હી ખાતે ભાગ લઇ હવાના દબાણના સિદ્ધાંત પર કામ કરતા વિવિધ સાધનો બનાવ્યાં હતાં. ઉત્કૃષ્ટ મોડેલ તૈયાર કરવા બદલ નિરવને પ્રશસ્તિ પત્ર, રૂ.૧૫,૦૦૦નું કિસાન વિકાસ પત્ર, ટ્રોફી વગેરે અર્પણ કરાયા છે. આ અંગે વધુ માહિતી આપતા સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ જણાવ્યું હતું કે ભાવનગરની પાર્થ એકટીવીટી અંતર્ગત સંસ્થાના ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ આ પ્રવૃત્તિમાં સામાન્ય શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતાં ત્યારે એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ હવાના દબાણના સિદ્ધાંત પર કામ કરતા ઉત્કૃષ્ટ સાધનો તૈયાર કરી બંધ આંખે અવનવી વિજ્ઞાનની વાતો માત્ર જાણી શકાતી નથી પરંતુ સમય આવે તે પુરવાર પણ કરી શકાય છે તે સાબિત કરી આપ્યું છે. સંસ્થાના માનદમંત્રી શ્રી મહેશભાઈ પાઠક, ટ્રસ્ટી ગણ અને કર્મચારીઓએ નિરવને ઉજ્જવળ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ખાસ અભિનંદન પાઠવ્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનુ સ્થાયી કાર્યકર્તા સંમેલન યોજાયું

aapnugujarat

सीबीएसई : लेट हो गये तो एग्जाम नहीं दे सकेंगे स्टूडेंट्‌स

aapnugujarat

અમેરિકન કોલેજોમાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યા 5 ગણી વધશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1